Friday, December 5, 2025
Homeરાજ્યહાલારધ્રોલ-બોડકા રૂટ રેગ્યુલર ચાલુ કરવા લોકોની માંગણી

ધ્રોલ-બોડકા રૂટ રેગ્યુલર ચાલુ કરવા લોકોની માંગણી

ગ્રામ્ય વિસ્તારના એસ.ટી. રૂટો અનિયમીત ચાલતા હોય આક્રોશ

જામનગર જિલ્લાના એસ.ટી.ના વહિવટી તંત્રમાં ગ્રામ્ય વિસ્તારોની જનતા માટે વર્ષો પછી પણ કોઇ વિશેષ સુવિધાઓ આપવામાં આવી નથી. ઉલ્ટાનું જે કાંઇ વર્ષોથી જે તે રૂટો ફાળવેલ છે. તે રૂટોમાં મોટાભાગના રૂટો અનીયમીત રીતે ચાલે છે.

- Advertisement -

ગ્રામ્ય વિસ્તારની જનતાના લલાટે આ એસ.ટી.ની સુવિધામાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. તેમજ જે તે રૂટો ચાલુ છે તે પણ એસ.ટી. ડેપોના સતાવાળાઓને મરજી પડે ત્યારે આ રૂટો બંધ કરી દેવામાં આવે છે અને આવા રૂટો દિવસો સુધી બંધ રહે છે અને આવા રૂટો બંધ થાય ત્યારે આ રૂટની બસોમાં આવતા જતાં પેસેન્જરોને તેમજ વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલીઓ અનુભવથી પડે છે આ રીતે એસ.ટી. વિભાગના સતાવાળાઓ તરફથી ગ્રામ્ય વિસ્તારની જનતા માટે ઓરમાયુ વર્તન રાખવામાં આવે છે.

ધ્રોલ એસ.ટી. ડેપો તરફથી ધ્રોલ બોડકાનો રૂટ સવારે 6 વાગ્યે ઉપડે છે. આ રૂટ બોડકાથી બોડકા-રાજકોટ અને રાજકોટથી કાલાવડ રૂટ ઉપર ચાલે છે આ રૂટની બસ ઘણાં જ સમયથી અનીયમીત છે. આ બાબતે એસ.ટી.ના સતાવાળાઓને અનેકવાર જાણ કરવા છતાં કોઇ જ દાદ ફરીયાદ સાંભળવામાં આવતી નથી તેમજ ગ્રામ્ય વિસ્તારની જનતાની કમનસીબી ગણો કે તેમના આ એસ.ટી.ના પ્રશ્નો અંગે કહેવાતા આગેવાનો તથા કાર્યકરો દ્વારા પણ યોગ્ય રજુઆતો કરીને આ પ્રશ્ર્નનો કોઇ જ ઉકેલ આવતો નથી.

- Advertisement -

ધ્રોલ ડેપો ખાતેથી ચાલતો આ ધ્રોલ-બોડકા રૂટ રેગ્યુલર રીતે ચાલુ કરવામાં આવે તે માટે બોડકાના પ્રબુઘ્ધ નાગરીકોએ એસ.ટી.ના સતાવાળાઓને લેખીત જાણ કરીને આ રૂટમાં આવતા ગામડાના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે રાજકોટ-જામનગર જતાં હોય છે તેમજ વેપારીઓને તેમજ અન્ય કામગીરી માટે રાજકોટ જવા માટેની આ એક માત્ર સુવિધા છે તે સુવિધા પણ આ તંત્ર વાહકો દ્વારા પુરી પાડવામાં આવતી નથી તેથી નાગરીકો દ્વારા તાકીદે આ રૂટ રેગ્યુલર રીતે ચાલુ કરવામાં આવે તેવી માંગણી કરેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular