જામનગરના દિ. પ્લોટ 46 માં આવેલ એક બંધ રહેણાંક મકાનમાં એક શંકાસ્પદ વ્યક્તિ તસ્કરી કરવાની ફિરાકમાં હતો. અને મકાનમાં ઘૂસતા જ આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા જેને લઈને તસ્કરી કરવા આવેલ વ્યક્તિ મકાનમાં ઘૂસ્યો અને લોકોએ બહારથી દરવાજો બંધ કરી પોલીસને બોલાવ્યા હતા અને પોલીસ આવતા તસ્કરી કરવા આવેલ વ્યક્તિને પોલીસને સુપ્રત કર્યો હતો. આ તકે ચોરીના ઈરાદે આવેલ શખ્સ અંદાજિત 20 વર્ષનો હોવાનું અનુમાન છે અને અગાઉ પણ આ વિસ્તારમાં રેકી કરી ગયેલ હોવાનું લોકોમાં ચર્ચા રહ્યું છે ત્યારે આ શખ્સને પોલીસે લઈ જઈ વધુ તપાસ હાથ ધરી છે.
View this post on Instagram


