Sunday, December 22, 2024
Homeરાજ્યખંભાળિયાના કેશોદ ગામે દીપડો આવ્યાની અફવાથી લોકો ભયભીત

ખંભાળિયાના કેશોદ ગામે દીપડો આવ્યાની અફવાથી લોકો ભયભીત

માનવામાં આવતો દીપડો હતું જંગલી કૂતરું.!!

- Advertisement -

ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે ગઈકાલે દીપડો આવ્યો હોવાની વ્યાપક જોર પકડ્યું હતું. જોકે આ અંગેની તપાસમાં અહીં તે જંગલી કૂતરો હોવાનું ખુલતાં લોકોએ રાહતનો દમ ખેંચ્યો હતો.

ખંભાળિયા-ભાણવડ રોડ ઉપર આવેલા કેશોદ ગામની સીમમાં આવેલા એક ખેતરમાં ગતરાત્રીના દીપડો આવ્યો હોવાની વાતો વાયુવેગે પ્રસરી ગઇ હતી. સોશિયલ મીડિયામાં ફેલાયેલી આ બાબતે લોકોમાં ભયનો માહોલ ફેલાવી દીધો હતો.   આ વિસ્તારમાં સ્થાનિક લોકો એકત્ર થઇ ગયા હતા અને આ બાબતે ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી. જેના અનુસંધાને રેન્જ ફોરેસ્ટ ઓફિસર તથા ટીમ કેશોદ ગામે પહોંચી ગયા હતા. રાત્રિના સમયે વ્યાપક તપાસ તથા જહેમતના અંતે આ પ્રાણી વિશાળકાય જંગલી કૂતરો હોવાનું તથા આ કૂતરો હડકાયા જેવો થતાં અને દીપડો ન હોવાની બાબત જાહેર થતાં સ્થાનિક રહીશો તથા તંત્રએ રાહતનો દમ ખેંચ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે બરડા ડુંગર વિસ્તારમાંથી ભાણવડ પંથકના તરફ થઈને અવારનવાર દીપડો આવે છે. થોડા સમય પહેલા દીપડો દેખાય હોવાની બાબતે લોકો ભયભીત બની ગયા હતા  જોકે ગત રાત્રીના આ દીપડો નહીં, પરંતુ જંગલી કૂતરો હોવાનું જાણવા મળતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular