દ્વારકા મામલતદાર કચેરીમાં એક મહિનામાં માત્ર 15 જ દિવસ નેટ ચાલતું હોવાથી લોકોએ સરકારી ડોકયુમેન્ટ કઢાવવા માટે દિવસભર લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે છે. અને ત્રણ થી ચાર ધક્કા ખાવા છતાં પણ કામો અટકી જાય છે. પરિણામે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે
દ્વારકાના 42 જેટલા ગામડાઓના મધ્યમ અને ગરીબ લોકોને સામાન્ય કામ જેવા કે આવકનો દાખલો,રાશન કાર્ડમાં નામ દાખલ કરવા, કમી કરવા, જાતિ પ્રમાણ પત્ર જેવા અનેક પ્રકારના સરકારી કામો માટે લોકો આખો દિવસ ઊભા રહે છે.છતાં પણ કામ થતા નથી. અને લાંબી લાઈનોમાં ઉભા રહેવાથી લોકો હેરાન પરેશાન થયા છે.
ત્યારે એક વૃદ્ધ મહિલા રાશન કાર્ડમાં પોત્રીનું નામ ચડાવવા માટે ત્રણ દિવસથી દ્વારકા મામલતદાર કચેરીએ ધક્કા ખાઈ રહ્યા છે. છતાં પણ નેટ કનેક્ટિવિટીના પરિણામે કામ ન થઇ રહ્યું હોવાથી હેરાનગતીનો સામનો કરી રહ્યા છે. આ અંગે તંત્રનું કેવું છે કે દ્વારકા નેશનલ હાઇવે રૂટ પર પર કામ ચાલતું હોવાથી લાઈન ફોલ્ટ થઈ જાય છે. પરિણામે નેટની સમસ્યા સર્જાઈ રહી છે. ત્યારે આ સમસ્યાનો જલ્દીથી અંત લાવવામાં કે બીજી કોઈ વ્યવસ્થા કરવામાં આવે તો લોકોનો સમય પણ બરબાદ ન થાય અને ઝડપીથી કામકાજ થઇ શકે.