Sunday, December 7, 2025
Homeરાજ્યજામજોધપુરમાં જોખમી ખાડાથી લોકો પરેશાન...

જામજોધપુરમાં જોખમી ખાડાથી લોકો પરેશાન…

જામજોધપુર ગીંગણી રોડ શુભ હોન્ડાની બાજુમાં પાણી નિકાલનું અધુરા કામનો પાઇપ છે જે અત્યંત જોખમી છે. શનિવારે ત્યાં એક ફોરવ્હીલએ ખાડામાં ઉતરી ગઇ હતી. સદ્નસિબે મોટી જાનહાની ટળી હતી. આ પુલનો ખાડો વધારે જોખમી ત્યારે બને જ્યારે ચોમાસામાં ત્યાં પાણી ભરાય છે. ત્યારે ખબર જ નથી પડતી કે ત્યાં ખાડો છે કે, નહીં. વળી એ પુલ નીચે એટલો બધો કચરો ભરાય ગયો છે કે, તેમાંથી પાણી પણ પસાર નથી થઇ શકતું.

જામજોધપુર નગરપાલિકાને આ અંગેની સ્થાનિક લોકોએ ત્રણવાર રજૂઆત કરી પણ તંત્ર આંખ આડા કાન કરે છે. તો આ ગંભીર બાબતને ધ્યાને રાખી અધુરૂં કામ પુરું કરી ભવિષ્યમાં કોઇ જાનહાની ન થાય એ અંગે ઘટતું કરવા ગ્રામજનો તથા જાગૃત નાગરિક હરેશ ચિત્રોડાએ માંગ કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular