જામનગર મહાનગરપાલિકા દ્વારા જાહેરમાં ન્યુસન્સ તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા બદલ 28 આસામીઓ પાસેથી રૂા. 14000નો દંડ વસૂલ્યો હતો.
જામનગર મહાનગરપાલિકા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા તા.1ના રોજ જાહેરમાં કરવામાં આવતું ન્યુસન્સ તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ ઘટાડવાના ભાગ રૂપે શહેરમાં તમામ વિસ્તારમાં જાહેર માં ધંધો/રોજગાર/ વ્યવસાય કરતા આસામીઓ/વેપારીઓ ને પોતાના ધંધાના સ્થળ આસ પાસ સફાઈ રાખવા, ડસ્ટબીન રાખવા, સૂકો અને ભીનો કચરો અલગ રાખવા તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિક નો ઉપયોગ ન કરવા તેમજ જ્યારે ડોર ટુ ડોર કલેક્શન વાહન આવે ત્યારે તે વાહનમાં જ કચરો આપવા માટે જરૂરી સૂચનો/માહિતગાર કરવામાં આવ્યા હતા ત્યારે બાદ શહેરના તમામ વિસ્તારોમાં જાહેરમાં ન્યુસન્સ/ગંદકી કરતા કુલ 28 આસમીઓ/ધંધાર્થીઓ પાસેથી જાહેરમાં ન્યુસન્સ તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા બદલ વહીવટી ચાર્જ રૂા. 14,000 નો દંડ વસુલ કરાયો હતો. તેમજ કુલ 19 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન ઘણા ધંધાર્થી/આસમીઓ સાથે દંડ નહીં ભરવા માટે ઘર્ષણો થવા પામે છે. આમ છતાં આગામી સમયમાં આ ઝુબેંશ વધુ સઘન બનાવી દંડનાત્મક કાર્યવાહી ઉપરાંત અવાર નવાર ન્યુસન્સ કરવા ટેવાયેલ આસામીઓ/ધંધાર્થીઓ સામે સિલીંગ સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેની દરેક વેપારીઓ/વિક્રેતાઓ /ધંધાર્થીઓ/દુકાન ધારકોને કમિશ્નર જામનગર મહાનગરપાલિકા ધ્વારા તાકીદ કરવામાં આવે છે.