Sunday, January 12, 2025
Homeરાજ્યજામનગરજામનગરથી માટેલ જવા પદયાત્રીઓનો સંઘ રવાના - VIDEO

જામનગરથી માટેલ જવા પદયાત્રીઓનો સંઘ રવાના – VIDEO

- Advertisement -

જામનગરથી ચૈત્ર નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો માટેલ પદયાત્રા કરી જતાં હોય છે. જામનગરના જોગવડ ગ્રુપ દ્વારા પણ છેલ્લા 22 વર્ષથી પગપાળા માટેલ જવા સંઘ રવાના થાય છે. જે આ વર્ષે સતત 33માં વર્ષે ગઇકાલે સંઘ રવાના થયો હતો.

- Advertisement -

જામનગરના જોગવડ ગ્રુપ દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ માટેલ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા સંઘ ગઇકાલે બપોરે દેવુભાના ચોક ગિરધારીના મંદિર ખાતેથી રવાના થયો હતો. આ તકે જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, વોર્ડ નં. 9ના કોર્પોરેટર નિલેશભાઇ કગથરા, શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન આકાશભાઇ બારડ સહિતના મહાનુભાવોના હસ્તે પદયાત્રા સંઘને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પદયાત્રા સંઘનું સંચાલન જોગવડ ગ્રુપના પ્રમુખ ભરતભાઇ ભટ્ટી, ઉપપ્રમુખ નીતિનભાઇ વાઘેલા, રાજુભાઇ મોડ, જીતુભાઇ જાદવ, નાથાભાઇ ભટ્ટી દ્વારા કરવામાં આવ્યું હતું. જોગવડ ગ્રુપ દ્વારા પદયાત્રીઓ માટે સવારે ચા-નાસ્તો તેમજ બપોરે અને રાત્રે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ઉપરાંત શુભલક્ષ્મી મિત્ર મંડળ દ્વારા પદયાત્રીઓ માટે મેડિકલ સેવા તેમજ ચા-પાણી સહિતની સેવાઓની વ્યવસ્થા કરવામાં આવી છે.

- Advertisement -

આ પદયાત્રીઓ ત્રણ દિવસ બાદ માટેલ ખોડિયાર માતાજીના મંદિરે પહોંચશે. જ્યાં જામનગરથી લઇ ગયેલ ધ્વજા પણ વિવિધ માતાજીના મંદિરે ચડાવવામાં આવશે. તેમજ માતાજીના ગરબાનું પણ આયોજન કરવામાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular