Friday, December 27, 2024
Homeરાજ્યહાલારલતીપર નજીક અજાણ્યા વાહને ઠોકરે ચઢાવતાં પદયાત્રીનું મોત

લતીપર નજીક અજાણ્યા વાહને ઠોકરે ચઢાવતાં પદયાત્રીનું મોત

- Advertisement -

ધ્રોલ તાલુકાના લતીપર ગામ તરફ જવાના ટંકાર માર્ગ પરથી ચાલીને જતાં અજાણ્યા યુવાનને પુરઝડપે બેફિકારઇથી આવી રહેલા અજાણ્યા વાહનને ઠોકર મારી હડફેટ લેતા ગંભીર ઇજા પહોંચતા સારવાર જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તેમનું મોત નિપજયું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ ધ્રોલ-ટંકારા ધોરી માર્ગ પર હરિપર ગામ મેલડી માતાજીના મંદિરથી લતીપર તરફ જવાના રોડ પરથી ચાલીને જઇ રહેલાં અજાણ્યા 35 વર્ષના યુવાનને શુક્રવારે રાત્રિના સમયે પુરઝડપે બેફિકરાઇથી આવેલા અજાણ્યા વાહન ચાલકે ઠોકરે ચઢાવતાં શરીર અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ગંભીર હાલતમાં પ્રથમ ધ્રોલની સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તેનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે ભીખુભાઇ ભંડેરી દ્વારા જાણ કરાતાં પીએસઆઇ પી.જી. પનારા તથા સ્ટાફે હોસ્પિટલે પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળી પીએમ માાટે મોકલી ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular