કાળિયા ઠાકુર સાથે રંગે રમવા પદયાત્રિઓનો પ્રવાહ દ્વારકા તરફ શરૂ થઇ ગયો છે. દર વર્ષે જગત મંદિરમાં યોજાતા ફુલડોલ ઉત્સવમાં ભાગ લેવા માટે સમગ્ર દેશમાંથી હજારો શ્રધ્ધાળુઓ દ્વારકા ઉમટી પડે છે. મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ પદયાત્રા કરીને દ્વારકા પહોંચે છે ત્યારે ફુલડોલ ઉત્સવમાં ભાગ લેવા માટે પદયાત્રીઓનો પ્રવાહ શરૂ થઇ ગયો છે. જામનગર-દ્વારકા હાઇવે પર મોટી સંખ્યામાં પદયાત્રીઓ દ્વારકા તરફ પ્રયાણ કરતાં નજરે ચડી ગયા છે. આ પદયાત્રીઓની સેવા ચાકરી કરીને પુણ્ય કમાવવા માટે સેવાભાવિ લોકો અને સંસ્થાઓ દ્વારા માર્ગમાં ઠેર-ઠેર સેવા કેમ્પ પણ લગાવવામાં આવ્યા છે.