Monday, December 23, 2024
Homeરાજ્યખંભાળિયામાં બોર્ડની પરીક્ષાઓનો શાંતિપૂર્ણ રીતે પ્રારંભ

ખંભાળિયામાં બોર્ડની પરીક્ષાઓનો શાંતિપૂર્ણ રીતે પ્રારંભ

વિદ્યાર્થીઓને યુવા ભાજપ દ્વારા શુભેચ્છાઓ અપાઈ

- Advertisement -

ગુજરાત રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ સોમવારથી ધોરણ 10 તથા 12 ની પરીક્ષાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજથી એસ.એસ.સી. તથા એચ.એસ.સી.ની પરીક્ષાઓનો શુભારંભ થયો છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખંભાળિયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા ભાજપના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા વિદ્યાર્થીઓને મીઠા મોઢા કરાવી, પરીક્ષાઓની શુભેચ્છાઓ પાઠવવા આવી હતી.

- Advertisement -

જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર એમ.એ. પંડયાની ખાસ ઉપસ્થિતિમાં જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઢેર, શહેર યુવા ભાજપ પ્રમુખ મોહિત પંડ્યા, શહેર ભાજપ મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર અને પીયૂષભાઈ કણજારીયા, હિતેન્દ્રભાઈ આચાર્ય, મિતાબેન લાલ, મેઘાબેન વ્યાસ, રેખાબેન ઝીલકા, ભવ્ય ગોકાણી, ધવલ નકુમ, ભરત નકુમ, તુષાર નડિયાપરા, આશિષ નકુમ, ઋષિરાજ ખેતીયા, ચેતન પરમાર, પ્રિન્સ નકુમ, જીતેશ ગઢવી, કિશન ગોહેલ, મનન કારીયા, ભીખુભા જાડેજા, કિરણબેન ઘઘડા, લીનાબેન રાડીયા, પૂનમબેન ચાવડા, શ્રુતિબેન ધકાણ, શારદાબેન કછટીયા, કૌશલ સવજાણી, સહિતના હોદેદારો-કાર્યકરોએ ઉપસ્થિત રહી, વિધાર્થીઓના મોં મીઠા કરાવીને શુભેચ્છાઓ પાઠવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular