Friday, November 22, 2024
Homeરાજ્યજામનગરગેસ લિકેજના કારણે આગ : કનસુમરાના સ્વામિનારાયણનગરમાં ફસાયેલા લોકોનો તંત્ર દ્વારા યુદ્ધના...

ગેસ લિકેજના કારણે આગ : કનસુમરાના સ્વામિનારાયણનગરમાં ફસાયેલા લોકોનો તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ મોકડ્રીલ જાહેર કરાતાં તંત્રએ હાશકારો અનુભવ્યો – VIDEO

ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ગેઈલ અને જિલ્લા વહિવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે મોકડ્રિલનું આયોજન

- Advertisement -

જિલ્લા વહીવટી તંત્રની સજ્જતા અને સતર્કતા ચકાસવા તેમજ ગેસ લીકેજ, પાઈપલાઈન બ્રોકરેજ જેવા અકસ્માતના ગંભીર સમયે લોકોને તાત્કાલિક મદદ મળી રહે તે હેતુથી કનસુમરા ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશનના હાઇડ્રોકાર્બન પાઈપલાઈન ક્ષેત્રમાં ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ (ગેઈલ) અને જિલ્લા વહિવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાઈપલાઈન ક્ષેત્રમાં આકસ્મિક ગેસ લીકેજ અને ઓઈલ બ્રેકીંગના કારણે ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશનના કર્મચારીઓ અને સ્થાનિકો ફસાયા હતા. આકસ્મિક લીકેજના પગલે તેઓને ઈજા પહોંચી હતી.

- Advertisement -

આ ઘટનાની જાણ થતાં જ જામનગર મનપા ફાયર બ્રાન્ચ, સ્થાનિક આરોગ્ય તંત્ર અને સ્થાનિક વહિવટી તંત્રએ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી. આધુનિક સંસાધનો સાથે સુસજ્જ જવાનો અને મેડિકલ ટીમ દ્વારા ઘટના સ્થળ પર ઈજા પામેલા ઈજાગ્રસ્તોને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. તમામ ઇજાગ્રસ્તોને 108 સેવાની મદદથી વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને અંતમાં ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન અને ગેઈલ દ્વારા આ સમગ્ર બચાવ કામગીરીને ઓફસાઈટ મોકડ્રિલ જાહેર કરાતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

- Advertisement -

આ સમગ્ર મોકડ્રિલમાં શહેર પ્રાંત અધિકારી ડી. ડી. શાહ, શહેર મામલતદાર વી. આર. માંકડિયા, ઔધોગિક સુરક્ષા અને આરોગ્ય આસિસ્ટન્ટ ડિરેક્ટર કે. રાવલ, આઈ.ઓ.સી. ચીફ ઓફિસર લલિત કુમાર રાઠોડ, ચીફ ફાયર ઓફિસર કે. કે. બિશ્નોઇ, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સી. એસ. પાંડિયન, સ્ટેશન ઓફિસર રાજુભા જાડેજા, પોલીસ વિભાગ, ફાયર વિભાગ, 108 ઇમરજન્સી વિભાગ, આરોગ્ય વિભાગ, પી.જી.વી.સી.એલ. વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા હોમગાર્ડસ સહિતના વિભાગો જોડાયા હતા. તેમજ સમગ્ર કવાયતને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular