Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગર સીટી-એ અને બી-ડિવિઝનમાં શાંતિ સમિતિની મિટિંગ યોજાઇ

જામનગર સીટી-એ અને બી-ડિવિઝનમાં શાંતિ સમિતિની મિટિંગ યોજાઇ

તાજેતરમાં ધંધુકા શહેરમાં એક યુવકની હત્યા થઇ હતી. જેના સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. જેને ધ્યાને લઇ જામનગર પોલીસ પણ સર્તક થઇ છે. આજરોજ જામનગર સીટી-એ પોલીસ ડિવિઝન ખાતે હિન્દુ-મુસ્લીમ આગેવાનોની શાંતી સમીતીની મીટીંગ યોજાઇ હતી.સીટી-એ ડિવિઝનના પીઆઇ એમ.જે.જલુના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ મીટીંગમાં હિન્દુ-મુસ્લીમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત જામનગર સીટી બી ડીવીઝન ખાતે પણ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં વોર્ડ નં.1 ના કોર્પોરેટર નુરમામદ પલેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular