Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરકોવિડની જંગ જીત્યા બાદ પણ મ્યુકોરમાઇકોસિસનો શિકાર બનતાં દર્દીઓ

કોવિડની જંગ જીત્યા બાદ પણ મ્યુકોરમાઇકોસિસનો શિકાર બનતાં દર્દીઓ

- Advertisement -

જામનગરમાં ખાનગી મલ્ટિસ્પેશ્યાલીટી દાંતનું દવાખાનું ચલાવતાં ડો. આકાશ તકવાણી દ્વારા હાલમાં કોરોના મહામારી દરમિયાન કોરોનાની જંગ જીત્યા બાદ ઘણાં પેશન્ટ Mucormycosisની બિમારીથી પિડાતા હોય તે અંગે રસપ્રદશ માહિતી પુરી પાડી છે. કોરોના જંગ જીત્યા બાદ થતી આ બિમારી શું છે ? અને આ રોગ કઇ રીતે થાય છે ? તેમજ તેનાથી કઇ રીતે બચી શકાય તે અંગે માહિતી આપી રહ્યાં છે.
શું છે આ રોગ?

જામનગરમાં Mucor નામના એક ફૂગ (fungus) આપણા શરીરમાં પર્યાવરણ માં થી આવે છે, અને સામાન્ય રીતે આપણી રોગ પ્રતિકારક શક્તિ એના થી થતી બીમારી અટકાવતી હોય છે. COVID થયા બાદ શું કામ આ ફૂગ થી થતી બિમારી Mucormycosis વધારે જોવા મળે છે?

COVID પેશન્ટની રોગ પ્રતિકારક શક્તિ ઘટાડે છે, ત્યારબાદ સિરિયસ થયેલ પેશન્ટમાં સ્ટીરોઈડ આપવામાં આવેલા હોય છે જેનાથી રોગપ્રતિકારક શક્તિ વધારે ઘટે છે. ત્યારબાદ જેને ડાયાબિટીસ છે તેમની કુદરતી રીતે જ રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે.ઉપર દર્શાવેલા એક અથવા અનેક કારણોને ને લીધે આ ફૂગ એક બિહામણું રૂપ ધારણ કરે છે અને તેનાથી થતી અતિ ગંભીર બીમારી Mucormycosis ને ઉત્પન્ન કરે છે.

શું બધા જ COVID માંથી નીકળેલા પેશન્ટને Mucormycosis થાય છે?

ના. જે દર્દી ને ઓક્સિજનની જરૂર પડી હોય, લાંબા સમય સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું હોય, અથવા વેન્ટિલેટર ની જરૂર પડી હોય, જેમનું ડાયાબિટીઝ કંટ્રોલમાં નથી, અથવા સારવાર દરમ્યાન ડાયાબિટીસ ખૂબ જ વધી ગયું હોય, અથવા લાંબા સમય સુધી સ્ટીરોઈડ અથવા tocilizumab આપવા પડ્યા હોય, એનામાં જ વધારે જોવા મળે છે. છતાં અમુક દર્દી જેની કુદરતી રીતે જ રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય એમાં પણ covid બાદ આ રોગ, ભલે ભાગ્યે જ, પણ જોવા મળે છે.

શું થાય છે આ રોગમાં?

આ રોગ અલગ અલગ જગ્યા પર જોવા મળે છે, જેમકે સૌથી સામાન્ય જગ્યાઓ છે નાક, સાઇનસ, મોઢું, ગળું, આંખ, મગજ, ફેફસા ઉપર જણાવેલી જગ્યાઓ પર સતત દુખાવો થવો, અથવા કાળા કલરના ચાંદા ફૂટવા, માથાનો દુખાવો, આંખની પાછળ દુખાવો, એક dentistતરીકે, અમને આવા દૃશ્યો જોવા મળતા હોય છે. ટૂંકા સમયમાં દાંત હલવા માંડવા, પેઢામાં ચાંદા થવા, નાકમાંથી કાળા કલરનુ પ્રવાહી નીકળવું, પેઢા ઉતરડાઈ જવા, લોહી નીકળવું, તાડવા અથવા પેઢા પર કાળા ચકામા પડવા, એ બધા આ બીમારીના લક્ષણ છે.
આ રોગ વિશે દર્દીને કેમ ખયાલ પડે?

સારવાર દરમિયાન જ mucormycosis નું નિદાન થઇ જવું ખૂબ અગત્યનું છે, સામાન્ય રીતે જે ડોક્ટર તપાસ કરે છે એ એનું નિદાન અને જરૂર લાગે તો સારવાર ચાલુ કરી જ દેતા હોય છે. છતાં વધારે પડતા દર્દીમાં આ રોગ ઘરે આવ્યા બાદ જોવા મળે છે. ઘરે આવ્યા બાદ તાત્કાલિક (એક અઠવાડિયાની અંદર) ENT અને ડેન્ટિસ્ટની એક મુલાકાત લેવી. એમને જરૂર લાગશે તો CT SCAN કરાવવાનું જણાવશે. શરૂઆતના ચિન્હો દરમ્યાન જ આ રોગનું નિદાન થઈ જાય, તો દવાથી અટકાવી શકાય છે.

(Mild)

બીમારી થોડી ગંભીર થાય અને ફૂગ હાડકા પર આક્રમણ કરતું દેખાય તો સર્જરી કરી, ચેપી ભાગ કાઢી નાખવો પડે છે.

(Moderate)

- Advertisement -

જેટલું વહેલું નિદાન થાય એટલી શક્યતા રહે કે ઓછી સારવારમાં આ રોગ મટાડી શકાય.
અતિશય ગંભીર પરીસ્થિતિમાં મૃત્યુ પણ થઇ શકે છે. (Severe)
સામાન્ય રીતે કઈ દવાઓ આ રોગને સરખો કરી શકે?
એન્ટી ફંગલ દવા જેનું નામ છે,amphotericin B મદદરૂપ સાબિત થઈ છે.

શું આ રોગથી બચવું શક્ય છે?

એકવાર રોગ થયા બાદ રિકવરી કેટલી મળશે એ કહેવું મુશ્કેલ છે, પણ આ રોગની તીવ્રતા ડાયાબિટીસ ને એકદમ ક્ધટ્રોલમાં રાખવાથી અતિશય ગંભીર પરિસ્થિતિ સર્જાવતી અટકાવી શકાય છે.

આ બીમારીમાં એક દંત ચિકિત્સક ની શું ભૂમિકા છે?

જ્યારે mucormycosis નો ચેપ સાઇનસ, તાળવા અથવા આંખ ની આજુબાજુના હાડકા પર પહોંચે છે, તો ઓપરેશન કરી એટલો ભાગ કાઢી નાખવો આપડે, જે એક ઓરલ સર્જન, ENT તથા જરૂર પડે તો ન્યુરો સર્જન કરે છે. ઓપરેશન પહેલા, એકprosthodontist / implantologist દાત તથા જડબાના માપ લઈ લે છે. ઓપરેશન થયાના થોડા મહિના બાદ એક prosthodontist( ફિક્સ દાંત ના સ્પેશ્યાલિસ્ટ) સરખા પ્લાનિંગ મુજબ એક કૃત્રિમ તાળવું અને દાંત ઇમ્પ્લાન્ટ વડે ફીટ કરવામાં મદદ કરી શકે છે. Mucormycosis ની સારવાર મલ્ટી- ડીસિપ્લીનરી (ઓરલ સર્જન, ENT, નયુરો સર્જન અને પ્રોસ્થોડોનટિસ્ટ) અભિગમ વડે થતી હોય છે. તે માટે વિનંતી કે આ બીમારીની ગંભીરતા સમજવી અને સમયસર સારવાર લેવી.

Dr. Aakash H. Takvani
(Prosthodontics Implantology)
(ફિક્સ દાંત તથા ઇમ્પ્લાંટના સુપર સ્પેશ્યાલીસ્ટ)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular