Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરની કોવિડ હોસ્પિટલના બીજા માળેથી દર્દીની છલાંગ

જામનગરની કોવિડ હોસ્પિટલના બીજા માળેથી દર્દીની છલાંગ

પોરબંદરના 40 વર્ષિય દર્દીને ઇજા : સારવાર માટે હોસ્પિટલમાં જ દાખલ

- Advertisement -

જામનગરની કોવિડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા પોરબંદરના એક 40 વર્ષિય દર્દીએ આજે સવારે બીજા માળેથી છલાંગ લગાવતા નીચે પટકાયો હતો અને સામાન્ય ઈજાઓ થઈ હતી. જો કે, કોવિડ હોસ્પિટલમાંથી છલાંગ લગાવ્યાની ઘટનાને પગલે હોસ્પિટલનું તંત્ર દોડતુ થઈ ગયું હતું. આ મામલે દર્દીએ કયા કારણોસર છલાંગ લગાવી ? તે અંગેની પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisement -


મળતી વિગત મુજબ, જામનગર સહિત સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ત્યારે જામનગરની કોવિડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા પોરબંદરના 40 વર્ષના લેખરાજ પરમાર નામના યુવાને બીજા માળેથી કાચ તોડીને છલાંગ લગાવતા નીચે પટકાયો હતો. જો કે, સદનસીબે લેખરાજને ગંભીર ઈજા પહોંચી ન હતી. દર્દીએ છલાંગ લગાવતા લોકોના ટોળુ એકઠુ થઈ ગયું હતું અને ઘટનાની જાણ થતા હોસ્પિટલનું તંત્ર પણ સ્થળ પર દોડી આવ્યું હતું અને ત્યાંથી ઘવાયેલા લેખરાજ પરમારને ફરીથી સારવાર માટે હોસ્પિટલમાં જ ખસેડવામાં આવ્યો હતો. આ અંગેની જાણ થતા પોલીસે સ્થળ પર પહોંચી જઇ યુવાને કયા કારણોસર છલાંગ લગાવી ? તે અંગેની તપાસ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular