રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા દરવર્ષે વિજયા દશમી નિમિત્તે દેશભરમાં પથ સંચલનનું આયોજન થતું હોય છે. ત્યારે જામનગરમાં પણ પૂર્ણ ગણવેશ તથા દંડ સાથે શિસ્તબધ્ધ 200 જેટલા વ્યવસાયી સ્વયં સેવકોનું પથ સંચલન થયું હતું.
જેમાં જામનગરના રણજીતસાગર રોડ પરની ધન અપૂર્વ સોસાયટીથી શરુ કરી મહાવીનગર, પટેલનગર, નંદનવન પાર્ક, સાધના કોલોની, પ્રણામી ટાઉનશીપ જેવી સોસાયટીઓમાંથી પસાર થયું હતું. જેમાં વિવિધ સ્થળો પર શહેરની ધર્મપ્રેમી જનતા, ભાવિકો, વેપારી એસો., વિવિધ સંગઠનો દ્વારા ભાવપૂર્વક ભગવા ધ્વજ પર પુષ્પ વર્ષા કરી સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું.