ભારતીય નૌસેનાના ચીફ ઓફ મટિરિયલ વાઇસ એડમિરલ સંદીપ નૈથાની, AVSM, VSM એ 24 મે 2022ના રોજ ભારતીય નૌસેના જહાજ (આઈએનએસ) વાલસુરા ખાતે ઓ-176 ઇલેક્ટ્રિકલ સ્પેશિયલાઇઝેશન અભ્યાસક્રમની ‘પાસિંગ આઉટ પરેડ’ (POP)ની સમીક્ષા કરી હતી. આ POP સાથે ભારતીય નૌસેનામાં 18 અધિકારીઓએ ઇલેક્ટ્રિકલ સ્પેશિયલાઇઝેશનમાં 95 અઠવાડિયાની પ્રોફેશનલ તાલીમ પૂરી કરી છે. આ કાર્યક્રમમાં અભ્યાસક્રમ પૂરો કરનારા અધિકારીઓના માતા-પિતાની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિ રહી હતી.
એડમિરલે આ પરેડની પ્રશંસા કરી હતી અને અભ્યાસક્રમ પૂરો કરનારા અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે એ બાબતે પ્રકાશ પાડ્યો હતો કે, INS વાલસુરા ખાતે ટેકનોલોજીના ક્ષેત્રમાં ઝડપથી આવી રહેલી સાથે કદમતાલ મિલાવવામાં આવે છે જેથી અધિકારીઓ જહાજમાં નિયુક્ત હોય ત્યારે તેમની સાથે જે પણ પડકારો આવવાની શક્યતા હોય તેના માટે તેઓ તૈયાર થઇ શકે.
પાત્રતા ધરાવતા અધિકારીઓને પુરસ્કાર વિતરણ સાથે આ કાર્યક્રમનું સમાપન થયું હતું