આજે સવારે મુંબઈ થી જામનગર આવી રહેલી ફ્લાઈટમાં દુર્ઘટના ટળી છે. સવારે 11 વાગ્યે મુંબઈ એરપોર્ટ પર પ્લેનમાં યાત્રિકો બેઠા હતા અને એર ઈન્ડિયાની ફ્લાઈટને ટોઈંગ કરતા વાહનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જો કે આગ ટૂંક સમયમાં કાબુમાં આવી હતી. જેના કારણે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. ઉપરાંત, ફ્લાઈટને કોઈ નુકસાન થયું નથી. આ ફ્લાઈટ મુંબઈથી જામનગર આવી રહી હતી. પરંતુ આ ઘટના બાદ વિમાને બપોરે 12.04 કલાકે ટેકઓફ કર્યું હતું.
#India #mumbai #Jamnagar #airport #Khabargujarat
મુંબઈ એરપોર્ટ પર એર ઈન્ડિયાની ફ્લાઈટને ટોઈંગ કરતા વાહનમાં અચાનક આગ ફાટી નીકળી
માત્ર 15 ફુટ જ દુર હતું પ્લેન
ફ્લાઈટ મુંબઈથી જામનગર આવી રહી હતી
તમામ યાત્રિકો સુરક્ષિત કોઈ દુર્ઘટના સર્જાઈ ન હતી pic.twitter.com/8GBFZqJqv1
— Khabar Gujarat (@khabargujarat) January 10, 2022
એર ઈન્ડિયાની ફ્લાઈટ AIC-647 જે મુંબઈથી જામનગર આવી રહી હતી. આ વિમાનને પુશબેક આપતા વાહનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. અકસ્માત થયો ત્યારે ફ્લાઇટમાં 85 મુસાફરો હતા. જો કે એરપોર્ટ પર હાજર ગ્રાઉન્ડ સ્ટાફે સમજદારી દાખવી આગને કાબુમાં લીધી હતી. રાહતની વાત એ છે કે આ ઘટનામાં વિમાન તેમજ મુસાફરોને કોઈ નુકસાન થયું નથી. ટો-બારને A320 વિમાન સાથે જોડવામાં આવી રહ્યું હતું, ત્યારે અચાનક જ તેમાં આગ લાગી ગઈ હતી. પુશબેક ટગ ફ્યૂલ ભરવામાં આવ્યા બાદ પરત ફરી રહ્યું હતું. ત્યારે આગ લાગી હતી.