જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં બે મહિલાઓને મુસાફરોના મોબાઇલ ફોન ચોરતા અન્ય મુસાફરોએ રંગેહાથ ઝડપી લઇ પોલીસને બોલાવી સોંપી આપી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગરના એસ. ટી. ડેપોનું નવનિર્માણ કાર્ય ચાલી રહ્યું હોય, હાલમાં શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે હંગામી બસ સ્ટેન્ડનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં દરરોજ મોટી સંખ્યામાં મુસાફરોની અવર-જવર રહેતી હોય છે. તેવામાં સોમવારે બપોરના સમયે બે મહિલાઓ મુસાફરોના પર્સ અને રોકડ ચોરતી હોવાની ઘટના સામે આવી હતી. અન્ય મુસાફરોએ મહિલાઓ ચોરી કરતા હોવાનું જણાવી પોલીસને બોલાવી હતી. આ ઘટનાના પગલે લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી ગઇ હતી. પોલીસ દ્વારા બન્ને આરોપી મહિલાઓને પોલીસ સ્ટેશને લઇ જઇ વધુ તપાસ હાથ ધરી હતી.
View this post on Instagram


