જામનગરના એક વેપારીએ ચોટીલા હોટલમાં રૂમ રાખી ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. બનાવની ચોટીલા પોલીસ મથકે મૃતકની પત્નીએ દુષ્પ્રેરણાની ભાગીદાર સામે ફરિયાદ નોંધાવી છે.
જામનરના ભૂમિ રેસિડેન્સીમાં રહેતા કમલેશભાઇ મુળજીભાઇ ભારદિયાને આર.આર.મશીનરી અને હાર્ડવેર નામની પોતાની દુકાન હતી. જયારે તેઓએ ભાગીદારીમાં સાતેક વર્ષ અગાઉ જયેશ રણછોડભાઇ પટેલ સાથે જે.કે.મશીન ટુલ્સ નામનું કારખાનું કર્યું હતું. થોડા સમય અગાઉ જયેશભાઇએ કમલેશભાઇની જાણ બહાર આ કારખાનુ બે વર્ષ પહેલા વેચી નાંખ્યું હતું. કારખાનું વેચાયાની જાણ થયા બાદ કમલેશભાઇ અવારનવાર તેમની પાસે હિસાબ માંગતા હતા. પરંતુ જયેશભાઇ હિસાબ આપતા ન હતા. આથી લાગી આવતા કમલેશભાઇ ગત્ તા. 31 મી ઓકટોબરે ચોટીલા દર્શન કરવા જઉં છું. તેમ કહી ઘરેથી નીકળ્યા હતા. જેમાં તા.1ના રોજ કમલેશભાઇના પત્ની સંજનાબેન અવારનવાર ફોન કરવા છતાં કમલેશભાઇ ફોન ઉપાડતા ન હતા. આથી તેઓએ તપાસ કરતા કમલેશભાઇ ચોટીલામાં આવેલી આકાશ પેલેસ હોટલના રૂમ નં.113માં રોકાયા હતા અને તેઓએ ઝેરી દવા પી મોતને વહાલું કર્યું હતું.