હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારીને લીધે ધ્રોલ શહેરમાં દિવસેને દિવસે વ્યાપક પ્રમાણમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. જો આજ પરિસ્થિતિ વધતી જશે તો ભયંકર સ્થિતિ નિર્માણ થશે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ધ્રોલ ચેમ્બર ઓફ કોમર્સ, સોની એસો., કરિયાણા એસો., એગ્રો એસો. તથા ધ્રોલના અન્ય નાના મોટા એસો.એ વેપારીને હિતમાં રાખીને તા.1 મે થી કોરોનાના ઘટે નહીં અથવા સરકારની ગાઈડલાઈન આવે નહીં ત્યાં સુધી દુકાનો તથા ધંધા રોજગાર સવારથી બપોરના 2 વાગ્યા સુધી જ ખુલા રાખશે. તથા દુકાનોમાં સોશિયલ ડિસ્ટન્સીંગ રાખી બધા માટે માસ્ક ફરજિયાત કરાયા છે. બધા લોકોને આદેશ મુજબ બપોરે 2 વાગ્યા સુધી જ ધંધા રોજગાર ખુલ્લા રાખવા અનુરોધ કરાયો છે.