Monday, December 23, 2024
Homeરાજ્યખંભાળિયા નજીકની વધુ ત્રણ ગ્રામ પંચાયતમાં આંશિક લોક ડાઉન

ખંભાળિયા નજીકની વધુ ત્રણ ગ્રામ પંચાયતમાં આંશિક લોક ડાઉન

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના નવા કેસો તથા એક્ટિવ કેસો અવિરત રીતે વધી રહ્યા છે. આજે ખંભાળિયા તાલુકાના 14 સહિત જિલ્લામાં કુલ 29 નવા પોઝિટિવ કેસ તો સરકારી ચોપડે જ નોંધાયા છે. જિલ્લામાં કુલ 277 એક્ટિવ કેસ સાથે કોરોનાનું સંક્રમણ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભયજનક રીતે વધતાં અહીંની ધરમપુર ગ્રામ પંચાયત બાદ શહેરને સંલગ્ન એવી વધુ ત્રણ ગ્રામ પંચાયતના સ્થાનિકો, આગેવાનો દ્વારા આગામી તા. 30 સુઘી આંશિક અને સ્વૈચ્છિક લોક ડાઉન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ અંતર્ગત ખંભાળિયા શહેર નજીક આવેલો ત્રણ ગ્રામ પંચાયત રામનગર, હર્ષદપુર અને શક્તિનગર વિસ્તારમાં તા. 30 એપ્રિલ સુધી દરરોજ સાંજે ચાર વાગ્યા બાદ સ્વૈચ્છિક લોક ડાઉનની જાહેરાત કરાઈ. આ ઉપરાંત જરૂર પડ્યે આ પ્રકારનું લોક ડાઉન વધારવા તથા સ્વૈચ્છિક જાગૃતિ કેળવવા પણ ગ્રામજનોએ નક્કી કર્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular