Saturday, March 22, 2025
Homeરાજ્યગુજરાતચાલીને જઇ રહેલ ત્રણ મહિલાઓ ઉપર દીવાલનો ભાગ તૂટીને પડ્યો, જુઓ ભયાનક...

ચાલીને જઇ રહેલ ત્રણ મહિલાઓ ઉપર દીવાલનો ભાગ તૂટીને પડ્યો, જુઓ ભયાનક CCTV

માતાનું ઘટના સ્થળે જ મોત, પુત્રી અને પાડોશી મહિલા ઈજાગ્રસ્ત

મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં માતા-પુત્રી સહીત ત્રણ મહિલાઓ ચાલીને મસ્જીદે જઇ રહ્યા હતા તે દરમિયાન અચાનક જ તે વિસ્તારમાં એક મકાનની દીવાલનો ભાગ ધરાશાઈ થતા માતાનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર ઘટનાના ભયાનક સીસીટીવી સામે આવ્યા છે.

- Advertisement -

મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતા જિજ્ઞાષાબેન, તેમની પૂત્રી રૂક્સાનાબેન અને તેમના પાડોશી નીલમબેન ચાલીને મસ્જિદે જઇ રહ્યા હતા તે દરમિયાન અચાનક એક મકાનની બાલ્કનીનો ભાગ ચાલીને જઇ રહેલ મહિલાઓ પર પડતા જિજ્ઞાષાબેનનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. સીસીટીવીમાં જોઈ શકાય છે કે ત્યાંથી પસાર થઇ રહેલ રીક્ષાનો ડ્રાઈવર પણ માંડ બચે છે, અને રીક્ષા મૂકી જીવ બચાવવા દોડે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular