Monday, December 15, 2025
Homeસમાચારરાષ્ટ્રીયરાહુલ ગાંધી મુદ્દે જોરદાર હંગામા બાદ સંસદ સોમવાર સુધી સ્થગિત

રાહુલ ગાંધી મુદ્દે જોરદાર હંગામા બાદ સંસદ સોમવાર સુધી સ્થગિત

રાહુલ ગાંધીના લંડનના નિવેદન અંગે આજે લોકસભામાં ફરી એકવાર જોરદાર હંગામો થયો હતો. લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ સાંસદો વેલમાં ઘૂસી આવતાં લોકસભા સ્પીકરને સંસદની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરવાની ફરજ પડી હતી.

- Advertisement -

છેલ્લા 4 દિવસથી સંસદમાં ભાજપ દ્વારા રાહુલ ગાંધીના લંડનવાળા નિવેદન અંગે માફી માંગવાની માંગ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ રાહુલ ગાંધી અને કોંગેસ સહિતના વિપક્ષો માફી નહીં માંગવા અડગ રહેતાં 4 દિવસથી ધમાસાણ ચાલી રહી છે. આજે સવારે પણ લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ પક્ષ અને વિપક્ષ બન્નેના સાંસદો સામ-સામા નારેબાજી કરતાં વેલમાં ધસી આવ્યા હતા અને જોરદાર હંગામો કર્યો હતો. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ બન્ને પક્ષોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હંગામો યથાવત રહેતાં લોકસભાની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. બીજી તરફ રાજયસભામાં પણ અદાણી-હિડનબર્ગ મામલે જેપીસી તપાસની માંગણી સાથે સ્થગન પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો હતો. પરંતુ અધ્યક્ષે તે ઠુકરાવી દેતાં રાજયસભામાં પણ થયેલા હંગામાને પગલે કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. ગઇકાલે રાહુલ ગાંધીએ તેમની સામે થયેલાં આક્ષેપો અંગે પોતે લોકસભામાં જવાબ આપવા ઇચ્છતા હોવાનું જણાવ્યું હતું. પરંતુ સત્તાપક્ષ તેમને મંજુરી આપતો ન હોવાનો આક્ષેપ કર્યો છે. બીજી તરફ રાહુલ ગાંધી માફી ન માંગે તો તેમનું સભ્યપદ રદ કરવા માટે સતાપક્ષના સભ્યો સ્પીકરને રજૂઆત કરશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular