Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરછોટીકાશીમાં આવતીકાલે પરશુરામ શોભાયાત્રાનું આયોજન

છોટીકાશીમાં આવતીકાલે પરશુરામ શોભાયાત્રાનું આયોજન

- Advertisement -

છોટીકાશી તરીકે સુપ્રસિધ્ધ જામનગર શહેરમાં પરશુરામ જયંતિ નિમિત્તે આવતીકાલે જામનગર જિલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મસમાજ પરિવાર દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ શોભાયાત્રાનું આયોજન કરાયું છે. બાલાહનુમાન મંદિરથી પ્રારંભ થનાર આ શોભાયાત્રામાં 35 જેટલા ફલોટસ જોડાશે. જેમાં બ્રહ્મસમાજની વિવિધ પેટા જ્ઞાતિઓ અને ઘટકો ફલોટસમાં ભગવાન પરશુરામના વિવિધ સ્વરુપો રજૂ કરશે.

- Advertisement -

જામનગર શહેરમાં આવતીકાલે જામનગર જિલ્લા તથા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 35 જેટલા ફલોટસ જોડાશે. 18 જેટલા ખુલ્લા ફલોટસમાં વિવિધ અવતારોમાં 151 જેટલા બાળકો વેષભુશા સાથે જોડાશે. બ્રહ્મસમાજની દિકરીઓ દ્વારા નવદુર્ગાના અવતાર સાથેનો ફલોટસ આકર્ષણનું કેન્દ્ર રહેશે. આ સાથે શણગારેલા ઘોડા, શણગારેલી સાયકલ, ટ્રકમાં બ્રાહ્મણનો સંત મહાપુરુષના ફલોટસના તેમજ ડીજે સાઉન્ડ સાથે રહેશે. આ શોભાયાત્રા બાદ શહેરમાં કચરો ન રહે તે માટે જામનગર મહાનગરપાલિકાના સહયોગથી આયોજક ટીમ દ્વારા ખાસ સફાઇ કામગીરી કરાશે. તેમજ બ્રહ્મસમાજની મહિલા પાંખ દ્વારા ખાસ પહેરવેશ સાથે રાસ રજૂ કરશે.

શોભાયાત્રા પૂર્વે પરશુરામ જયંતિ નિમિત્તે સવારે 9 વાગ્યે બ્રાહ્મણોના ઇષ્ટદેવ ભગવાન પરશુરામજીની સોડસોપ્ચાર પૂજા શ્રીમાળી બ્રાહ્મણ સામવેદી શાખાની વાડી, પંચેશ્ર્વરટાવર ખાતે થશે. આવતીકાલે સાંજે 5 વાગ્યે બાલાહનુમાનજી મંદિર, તળાવની પાળેથી સંતો-મહંતો દ્વારા શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવાશે.

- Advertisement -

જેમાં બ્રહ્મસમાજના વિવિધ ક્ષેત્રેના અગ્રણીઓ અને આગેવાન મોટી સંખ્યામાં હાજર રહેશે. સાથે શહેરના આગેવાનો, શાસકો લોક-પ્રતિનિધીઓ હાજરી આપશે. બ્રહ્મસમાજના યુવા કોર્પોરેટ અને સક્રિય મહિલા કોર્પોટરો સ્વયંસેવક બનીને સાથે જોડાશે. તેમજ સમસ્ત બ્રહ્મસમાજના તબીબો, એડવોકેટ, પત્રકાર, સીએ. એન્જીનિયર, શિક્ષકો, પ્રધ્યાપકો, યુવાનો, વિધાર્થીઓ વગેરે બહોળી સંખ્યા માં જોડાશે. અને ધર્મપ્રેમી જનતા દ્વારા ઠેર-ઠેર સ્વાગત કરાશે.
સહજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અલ્પેશ ત્રિવેદી દ્રારા શોભાયાત્રાનુ સ્વાગત ઠંડાપાણીનુ વિતરણ કરાશે. સેન્ટ્રલ બેન્ક પાસે ત્યાંના ભુદેવ મિત્ર મંડળ, ઓદિચ્ય ગઢીયા બ્રહ્મસમાજ અને સ્થાનિક વેપારીઓ દ્રારા શોભાયાત્રાનુ સ્વાગત તથા શરબત વિતરણ કરાશે. અશોક કેટરર્સના અશોક ભટ્ટ દ્રારા ભવ્ય આતશબાજીથી શોભાયાત્રાનુ સ્વાગત કરાશે. જાયન્ટસ ગ્રુપ દ્વારા ચાંદી બજાર માંડવી ટાવર પાસે શોભાયાત્રાનુ સ્વાગત તેમજ ઠંડાપીણાનું વિતરણ કરાશે. દિપક ટોકીઝ નજીક ખીમામામા યુવક મંડળ (ચારણફળી) તેમજ મુસ્લિમ સમાજ દ્રારા શોભાયાત્રાનુ સ્વાગત સાથે ધર્મપ્રેમી જનતા માટે સરબત વિતરણ કરાશે. કડીયાવાડ ખાદીભંડાર પાસે સમસ્ત બ્રહ્મવિકાસ પરીષદ દ્રારા શોભાયાત્રાનુ સ્વાગત કરાશે. બેડીગેટ નજીક લીંબડી બજરવાળા જાનીમહારાજ મિત્રમંડળ દ્રારા શોભાયાત્રાનુ સ્વાગત તેમજ સરબત વિતરણ કરાશે. તેમજ સમસ્ત બ્રહ્મસમાજ સેવાગ્રુપ દ્વારા શોભાયાત્રાનુ સ્વાગત કરાશે. વંડાફળી મિત્ર મંડળ દ્વારા પંચેશ્વર ટાવર પાસે ફટાકડા ફોડીને ભવ્ય આતશબાજી સાથે શોભાયાત્રાનુ સ્વાગત કરી મહાઆરતી કરી મહેમાનોનુ અભિવાદન કરાશે.

પંચેશ્વર ટાવર ખાતે શોભાયાત્રાની પુર્ણાહુતિ વખતે કોર્પોરેટ ડિમ્પલબેન જગત રાવલ તેમજ સી.વી. ઠાકર બુક સ્ટોર દ્વારા વેશભુષામાં ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહક ઈનામો આપવામાં આવશે.વેશભૂષામા ભાગ લેનાર બાળકોને ડો. કુશ દર્શન ઠાકર અને ડો સાગરીકા ઉપાધ્યાય તરફથી ફુડ પેકેટ અને એનર્જી ડ્રિંક આપવામાં આવશે. શ્રીમાળી બ્રહ્મણ જ્ઞાતિની વાડીમાં બ્રહ્મસમાજ માટે મહાપ્રસાદનુ આયોજન કરવામાં આવ્યુ છે. પરશુરામ શોભાયાત્રામાં જીલ્લા તેમજ શહેરના સમસ્ત બ્રહ્મસમાજના ભુદેવ મોટી સંખ્યામાં જોડાશે. શહેરના વિવિધ ધટકો અને પેટાજ્ઞાતિના બ્રાહ્મણો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં ઉત્સાહ સાથે જોડાશે. પરશુરામ શોભાયાત્રામાં સમસ્ત બ્રહ્મસમાજ અને ધર્મપ્રેમી જનતાએ જોડાવવા જીલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મસમાજના ટ્રસ્ટી નરેન્દ્ર ત્રિવેદી, જીલ્લા પ્રમુખ પ્રફુલભાઈ વાસુ અને શહેર પ્રમુખ આશિષ જોષી દ્વારા અનુરોધ કરાયો છે. પરશુરામ શોભાયાત્રામાં બ્રાહ્મણો સાથે શહેરના અન્ય સમાજ, જ્ઞાતિ અને ધર્મના લોકો ઉત્સાહ સાથે સહભાગી બનશે.

- Advertisement -

બાલા હનુમાન મંદિરથી પ્રસ્થાન થઇ હવાઇચોક, સેન્ટ્રલ બેંક, માંડવી ટાવર, ચાંદીબજાર, દિપક ટોકિઝ, પંજાબ બેંક, વંડાફળી થઇ પંચેશ્ર્વર ટાવર ખાતે શોભાયાત્રાની પૂર્ણાહુતિ થશે. આ શોભાયાત્રાના કન્વિનર તરીકે રૂપેશ કવેલિયા, સહક્ધવીનર તરીકે નિલેશ ઓઝા તથા દિલીપ વ્યાસ તેમજ યુવા ટીમ દ્વારા જહેમત ઉઠાવાઇ રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular