ગોંડલ સંપ્રદાયના જશ પરિવારના સ્થવિર ગુરૂદેવ સ્વ.પરમ પૂજય પ્રેમચંદજી મહારાજ સાહેબના શિષ્યરત્ન અનંત ઉપકારી પરમ પૂજય ગુરૂભગવંત બા.બુ. રાજેશમુનિજી મહારાજ સાહેબના શિષ્યરત્ન પરમ પૂજય ભવ્યમુનિજી મહારાજ સાહેબની અનશન તપની ઉગ્ર આરાધના ઘણા સમયથી ચાલી રહી હતી. તેઓનો તા.19ને બુધવારે 59 મો ઉપવાસ અને સંથારાનો 29મો દિવસ રહ્યો હતો. ત્યારબાદ તેમણે આજરોજ પોષ વદ બીજને તા. 19ને બુધવારે બપોરે 3:20 કલાકે મહાપ્રયાણ કર્યું હતું. તેમની પાલખીયાત્રા 5:15 વાગ્યે શ્રી ઋષભદેવ ઉપાશ્રયથી પ્રારંભ થઇ હતી. જે શાશ્ર્વત એપા., પારસ સોસાયટી, હંસા પ્રોવિઝન, નવીનનગર હોલ, યુનિવર્સિટી રોડ,વોકહાર્ટ પાછળ, ઇન્દીરા સર્કલ, જે.કે. ચોક, શિલ્પન રેવા ફલેટસ, વસંત મારવેલ ફલેટસ, સરિતા વિહાર ચોક, જડડુસ સહિતના રાજમાર્ગો પરથી પસાર થઇ મોટા મૌવા અંતિમધામ ખાતે પૂર્ણ થઇ હતી.