Saturday, December 21, 2024
Homeરાજ્યહાલારલખવાગ્રસ્ત વૃદ્ધાનું પાણીના ટાંકામાં પડી જવાથી મોત

લખવાગ્રસ્ત વૃદ્ધાનું પાણીના ટાંકામાં પડી જવાથી મોત

રવિવારે સવારે અકસ્માતે ટાંકામાં પડી ગયા : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

જામજોધપુર ગામમાં ઉમાપાર્ક પંચવટી સોસાયટીમાં આવેલા બગીચાની સામે આ વિસ્તારમાં રહેતા વૃદ્ધાને લખવાની બીમારી હતી. તે દરમિયાન ભૂગર્ભના ટાંકામાંથી પાણી ભરવા જતાં અકસ્માતે ટાંકામાં પડી જતાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામજોધપુર ગામમાં ઉમાપાર્ક પંચવટી સોસાયટીમાં આવેલા બગીચાની સામે રહેતાં વર્ષાબેન ધીરજભાઈ સવસાણી (ઉ.વ.65) નામના નિવૃત્ત વૃદ્ધાને લખવાની બીમારી થઈ હતી. દરમિયાન રવિવારે વહેલીસવારના સમયે વર્ષાબેન ટાંકામાંથી પાણી ભરવા ગયા તે દરમિયાન અકસ્માતે પાણીના ટાંકામાં પડતા ડુબી જવાથી બેશુધ્ધ થઈ ગયા હતાં. વૃદ્ધાને બેશુદ્ધ હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવતાં જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા દિપેશકુમાર દ્વારા જાણ કરાતા હેકો એસ.આર. પરમાર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular