Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકોની ફૂડ શાખા દ્વારા પાંચ સ્થળોએથી પનીરના સેમ્પલ લેવાયા

જામ્યુકોની ફૂડ શાખા દ્વારા પાંચ સ્થળોએથી પનીરના સેમ્પલ લેવાયા

14 જેટલી પેઢીમાં ચેકિંગ કરાયું

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં હાથ ધરાયેલા ચેકિંગ દરમિયાન પાંચ જેટલા સ્થળોએથી પનીરના સેમ્પલ લઇ વડોદરા લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યાં હતાં. તેમજ શહેરમાં કુલ 14 જેટલી પેઢીઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

- Advertisement -

ફુડ શાખા દ્વારા ફુડ સેફટી ઓફિસરના માર્ગદર્શન હેઠળ શહેરના રજીણતસાગર રોડ, ગુલાબનગર, 54 દિગ્વીજય પ્લોટ, 24 દિગ્વીજય પ્લોટ તથા કામદાર કોલોની વિસ્તારમાંથી કુલ પાંચ જેટલા પનીરના નમૂના લઇ પરીક્ષણ અર્થે વડોદરા લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત શહેરના એમ.પી. શાહ ઉદ્યોગનગરમાં આવેલ અશોક આઈસફેકટરી, ભુલચંદ એન્ડ કાું. આઈસ ફેકટરી, મનુભાઈ રાજલક્ષ્મી મેન્યુફેકચરીંગ, કોમલ સેલ્સ એજન્સી, શિવ આઈસ્ક્રીમ મેન્યુફેકચરીંગ યુનિટ, બેડેશ્ર્વર વિસ્તારમાં અજાદ આઈસ ફેકટરી, અલરજા આઈસ ફેકટરી, ઓનેસ્ટ આઈસ ફેકટરી, રણજીતસાગર રોડ પર જય ભવાની ખમણ હાઉસ, બેઠક રેસ્ટોરન્ટ, પીટર ઝોન્સ પીત્ઝા, સદગુરૂ સ્વીટ એન્ડ ફરસાણ, ઢોસા હાઉસ તથા નેપલ્સ પીત્ઝામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સ્વચ્છતા જાળવવા, હાઈજેનિક કંડીશન મેઇનટેન કરવા સહિતની સુચનાઓ આપવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular