Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરશિવ શોભાયાત્રા પૂર્વે પાલખી પૂજન યોજાયું

શિવ શોભાયાત્રા પૂર્વે પાલખી પૂજન યોજાયું

- Advertisement -

જામનગર શહેરમાં હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે છેલ્લા 40 વર્ષથી પ્રતિવર્ષ મહાશિવરાત્રીના પાવનકારી પર્વના દિવસે યોજાતી શિવશોભાયાત્રાની પરંપરા આ વર્ષે 41માં વર્ષે પણ જાળવવામાં આવશે.

- Advertisement -

આ શોભાયાત્રા પૂર્વે આજરોજ સવારે પાલખી પૂજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભગવાન શિવજીની પાલખીની સાથે નવુ આકર્ષણ ઉમેરવામાં આવ્યું છે. હરિદાસ જીવણદાસ લાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શિવજીને અતિપ્રિય એવા ચાર ડમરૂ તેમજ ઝાંઝ (ઝાલર) મહાદેવ હર મિત્ર મંડળને અર્પણ કરાયા હતાં. આજે સવારે યોજાયેલ પાલખી પૂજનમાં ભાજપ અગ્રણી તથા લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઇ લાલ તેમજ હિન્દુ ઉત્સવ સમિતિ તથા મહાદેવ હર મિત્ર મંડળના હોદ્ેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular