જામનગર શહેરમાં શુક્રવારે ઈદ નિમિત્તે રેલીમાં જવા માટે ખુલ્લા વાહનોમાં મોટા મોટા સ્પીકરો સાથે અરબી ગીતો વગાડતા પેલેસ્ટાઈનના ઝંડા લગાડીને નિકળેલા બે બાઈકસવારોને ડીટેઈન કરી પૂછપરછ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
એક તરફ ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે જામનગર શહેરના શુક્રવારે શહેરના રાજમાર્ગો પર ખુલ્લા વાહનોમાં મોટા મોટા સ્પીકરો સાથે અરબી ગીતો વગાડી ભારત અને પેલેસ્ટાઈનના ઝંડા લગાડીને 15 જેટલા બાઈકસવારો ડી.કે.વી. સર્કલથી અંબર રોડ પર રેલી દ્વારા નિકળ્યા હતાં. આ અંગેની જાણ થતા પીઆઇ એચ.પી. ઝાલા તથા સ્ટાફે તાત્કાલિક પેલેસ્ટાઈનના ઝંડા લગાડેલા બે વાહનચાલકોને આંતરીને ડિટેઈન કરી પૂછપરછ હાથ ધરતા ઈદ નિમિત્તે રેલીમાં જોડાવા માટે જતા હોવાનું જણાવ્યું હતું. જેના આધારે પોલીસે બંને વાહનચાલકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.