Sunday, January 11, 2026
Homeસમાચારઆંતરરાષ્ટ્રીયપાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને કોરોના,તાજેતરમાં લીધી હતી ચીનની વેકસીન

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને કોરોના,તાજેતરમાં લીધી હતી ચીનની વેકસીન

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પાક.ના સ્વાસ્થ્યમંત્રી ફૈઝલ સુલતાને એક ટ્વીટ કરી આ અંગેની જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેઓ ઘરે જ સેલ્ફ આઇસોલેશનમાં છે.

- Advertisement -

વડાપ્રધાન ઈમરાન ખાને ચીનથી આવેલી કોરોનાવાયરસ માટેની વેક્સિન સિનોફાર્મનો પહેલો ડોઝ લીધો હતો. એક દિવસ બાદ જ તેમનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. પોતે વેક્સિન લીધા બાદ ઈમરાન ખાને પાકિસ્તાનના નાગરિકોને પણ વેક્સિનેશન કરાવવા માટે કહ્યું હતું.

પાકિસ્તાનમાં અત્યારસુધીમાં 6 લાખ 56 હજાર કેસ નોંધાયા છે અને 13 હજાર 799 લોકોનાં મોત થયાં છે. પાકિસ્તાનમાં હાલ 29 હજાર 576 એક્ટિવ કેસ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular