Sunday, December 22, 2024
Homeઆંતરરાષ્ટ્રીયઆતંકી હાફિઝ સઇદને સોંપવા પાકિસ્તાનનો સ્પષ્ટ ઇન્કાર

આતંકી હાફિઝ સઇદને સોંપવા પાકિસ્તાનનો સ્પષ્ટ ઇન્કાર

ગ્લોબલ ટેરેરીસ્ટને બચાવવા પાકિસ્તાનના મરણીયા પ્રયાસ

- Advertisement -

પુલવામા હુમલાના માસ્ટર માઈન્ડ અને આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના સ્થાપક હાફિઝ સઈદને સોંપી દેવા માટે ભારત સરકારે પાકિસ્તાન સમક્ષ માંગ કરી હતી ત્યારે હવે પાકિસ્તાને ભારતની આ માંગને ફગાવીને કહ્યું છે કે તે હાફિઝ સઈદને ભારતને સોંપશે નહીં.

- Advertisement -

ભારતે પાકિસ્તાન પાસે 2008ના મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદના પ્રત્યાર્પણની માગણી કરી હતી, પરંતુ પાકિસ્તાને હાફિઝ સઈદને ભારતને સોંપવાનો ઈન્કાર કરીને ભારતની માંગને ફગાવી દીધી છે. પાકિસ્તાનનું નિવેદન દર્શાવે છે કે તે આતંકવાદીઓને બચાવવા માટે તમામ શક્ય તેટલા પ્રયાસો કરી રહ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે અમને ભારતની વિનંતી મળી છે પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ દ્વિપક્ષીય પ્રત્યાર્પણ સંધિ નથી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગઈકાલે કહ્યું હતું કે આતંકવાદી હાફિઝ સઈદના પ્રત્યાર્પણની વિનંતી કેટલાક દસ્તાવેજો સાથે ઈસ્લામાબાદ મોકલવામાં આવી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે હાફિસ સઈદ ભારતમાં અનેક કેસમાં વોન્ટેડ છે અને સંયુક્ત રાષ્ટ્રે પણ તેને આતંકવાદી જાહેર કર્યો છે ત્યારે આ સંબંધમાં અમે પાકિસ્તાન સરકારને તેને ભારતને પ્રત્યાર્પણ કરવાની વિનંતી કરી છે. આ ઉપરાંત કહ્યું હતું કે ભારત પાકિસ્તાનને સઈદની ગતિવિધિઓ અંગે માહિતી આપતું રહ્યું છે. અરિંદમ બાગચીએ સઈદના પુત્ર તલ્હા સઈદના પાકિસ્તાન માં ચૂંટણી લડવાના સમાચાર વિશે પૂછવામાં આવેલા સવાલોના જવાબમાં કહ્યું હતું કે દેશમાં કટ્ટરપંથી આતંકવાદી સંગઠનોનું મુખ્ય પ્રવાહમાં આવું તે કોઈ નવી વાત નથી આ લાંબા સમયથી તેમની રાજનીતિનો એક ભાગ છે અમે આને સંબંધિત સમાચાર જોયા છે તે તેમની આંતરિક બાબત છે અને કોઈપણ દેશના આંતરિક મુદ્દાઓ પર ટિપ્પણી કરતા નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular