તુર્કીમાં હજારો લોકોનો ભોગ લેનારા ભયાનક ભૂકંપને પગલે ભારત સહિતના વિશ્ર્વના દેશો મદદ માટે આગળ આવ્યા છે ત્યારે પાકિસ્તાન પણ તેની આડોડાઈ મૂકતુ ન હોય તેમ રાહત સામગ્રી લઈને તુર્કી જઈ રહેલા ભારતીય વિમાનને તેની એરસ્પેસનો ઉપયોગ કરવા દેવાનો ઈન્કાર કરી દીધો હતો.પાકિસ્તાન તુર્કીને પોતાનો મિત્ર દેશ ગણાવે છે.પરંતુ તેની જ મદદ માટે જઈ રહેલા ભારતીય વિમાનને પાકિસ્તાને તેના એરસ્પેસનો ઉપયોગ કરવા દીધો નહતો. આ ગંદી હરકતથી વિશ્ર્વભરના દેશોમાં ટીકા થવાનુ સ્પષ્ટ છે.પાકિસ્તાને એરસ્પેસ વાપરવા નહી દેતા ભારતીય વિમાનને લાંબા રૂટનો આશરો લેવો પડયો હતો અને પરિણામે કટોકટીના સમયે રાહત સામગ્રી તુર્કી પહોંચાડવામાં વિલંબ થયો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે તુર્કીના ભૂકંપના થોડા કલાકોમાં જ ભારતે મદદ જાહેર કરી દીધી હતી અને બચાવ ટીમોથી માંડી રાહત સામગ્રી મોકલવાનુ પણ જાહેર કરી દીધુ હતુ.