Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયપ્રજા માટે પીડા, સરકાર માટે કમાણી

પ્રજા માટે પીડા, સરકાર માટે કમાણી

180 દિવસમાં સરકારે ઇંધણ એકસાઇઝ પેટે રૂા.1,71,000 કરોડ કમાઇ લીધાં

- Advertisement -

- Advertisement -

પેટ્રોલ-ડીઝલના સતત વધી રહેલા ભાવથી સામાન્ય નાગરિકોની ભલે કમર તૂટી રહી હોય કેન્દ્ર સરકારને છપ્પરફાડ કમાણી થઈ રહી છે. પેટ્રોલિયમ ઉત્પાદનોમાં એક્સાઇઝ ડયુટીથી સરકારની આવકમાં 33 ટકાનો ભારે વધારો થયાનું કેગ રિપોર્ટમાં સામે આવ્યું છે.

કોવિડ પૂર્વના આંક સાથે તુલના કરવામાં આવે તો પેટ્રોલિયમ ઉત્પાદનો પર સેન્ટ્રલ એક્સાઇઝ ડયુટીની આવક 79 ટકા વધી છે. ગત વર્ષના એપ્રિલ-સપ્ટે.ની તુલનાએ આ વર્ષે એક્સાઇઝ આવક 33 ટકા વધારો દર્શાવે છે. ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ 6 માસમાં પેટ્રોલિયમ ઉત્પાદનો પર સરકારની એક્સાઇઝ આવક 1.71 લાખ કરોડને આંબી ગઈ છે. જે ગત વર્ષ આ સમય દરમિયાન 1.ર8 લાખ કરોડ હતી. એપ્રિલ- સપ્ટે.ર019ના 9પ,930 કરોડની તુલનાએ 79 ટકા વધારો થયો છે. નાંણાકીય વર્ષ ર0ર0-ર1માં એક્સાઇઝની કુલ આવક 3.89 લાખ કરોડ રહી છે. જે ર019-ર0માં ર.39 લાખ કરોડ હતી. દેશમાં જીએસટી વ્યવસ્થા લાગુ થયા બાદ પેટ્રોલિયમ ઉત્પાદનો અને કુદરતી ગેસ પર જ એક્સાઇઝ વસૂલવામાં આવે છે. અન્ય ચીજો પર જીએસટી લાગે છે. કેન્દ્ર સરકારે ઈંધણ પર એક્સાઇઝનો દર રેકોર્ડ ઉચ્ચસ્તરે કર્યો છે. ગત વર્ષ પેટ્રોલ પર એક્સાઇઝ 19.98થી વધારી 3ર.9 રૂ. પ્રતિ લીટર કરવામાં આવી હતી. તે રીતે ડીઝલ પર શુલ્ક વધારીને 31.80 પ્રતિ લી.કરવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular