Monday, December 23, 2024
Homeબિઝનેસસપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં સ્ટોક સ્પેસિફિક અફડાતફડીના અંતે તેજી તરફી ચાલ...!!

સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં સ્ટોક સ્પેસિફિક અફડાતફડીના અંતે તેજી તરફી ચાલ…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૬.૦૪.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૮૮૦૩.૬૮ સામે ૪૮૯૩૫.૭૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૮૬૯૪.૪૯ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૯૫.૦૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૮.૩૫ પોઈન્ટના ઉછાળા સાથે ૪૮૮૩૨.૦૩ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૫૯૨.૦૦ સામે ૧૪૬૦૫.૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૫૮૨.૨૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૧.૧૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૨.૩૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૬૨૪.૩૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

મહારાષ્ટ્ર, ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજયોમાં કોરોનાની બીજી લહેરમાં અનપેક્ષિત વિસ્ફોટ થતાં દેશની હેલ્થ સિસ્ટમ સદંતર પડી ભાંગવા લાગી હોઈ પરિસ્થતિ કંટ્રોલ બહાર પહોંચી જતાં અને દેશમાં વેક્સિનની સર્જાયેલી અછતને લઈ આ પરિસ્થિતિ જવાબદાર હોવાના કારણે વિદેશી વેક્સિનો સ્પુટનિક-ફાઈવને ભારતમાં ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દેવાયા બાદ અન્ય વિદેશી વેક્સિનોને મંજૂરી આપવામાં આવ્યાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં સંક્રમણને યુદ્વના ધોરણે અંકુશમાં લેવા તાકીદના પગલાં લેવા આદેશો છોડયા હોવાના અને આ માટે મોટાપાયે તૈયારી થઈ રહ્યાના સંકેતો વચ્ચે આજે ભારતીય શેરબજાર સામાન્ય ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

- Advertisement -

દેશના અન્ય ભાગોમાં ધીરે ધીરે આંશિક લોકડાઉન અમલી કરવામાં આવતા તેની પાછળ શેરબજારમાં ભારે અફડાતફડી જોવા મળી રહી છે. કોવિડ-૧૯ના વધતા કેસની સાથે વિવિધ રાજ્યોમાં અલગ અલગ પ્રકારના પગલાં લેવામાં આવતા બજારના વર્ગોમાં તેની મિશ્ર અસર રહી છે. નવી દિલ્હી દ્વારા વિકએન્ડ કર્ફ્યું લાદવાનું પગલું ભરવામાં આવતા અંકુશોની નકારાત્મક અસર સાથે સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડીના અંતે તેજી તરફી ચાલ જોવા મળી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૧૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૦૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એનર્જી, ફાઈનાન્સ, બેન્કેક્સ, કેપિટલ ગુડ્સ અને રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૬૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૪૪ અને વધનારની સંખ્યા ૧૬૫૫ રહી હતી, ૧૬૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૦૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૫૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની ભારતીય શેરબજારમાં મોટા પાયે ખરીદીના આંકડા હવે અદ્રશ્ય થવા સાથે છેલ્લા બે સપ્તાહમાં ફંડો-દિગ્ગજો દ્વારા બજારમાં ભારે બે તરફી અફડા તફડી ચાલુ રાખીને જે રીતે છેતરામણી ચાલ જોવા મળી રહી છે એને જોતાં આગામી દિવસોમાં ભારતીય શેરબજાર વૈશ્વિક બનાવો, અમેરિકન બજારના સંકેતો ઉપરાંત અમેરિકન ડોલર સામે રૂપિયાની સ્થિતિ, લોંગ ટર્મ બોન્ડ યીલ્ડ્સના ટ્રેન્ડ્સ, ક્રૂડ ઓઈલના ભાવો અને કોરોના વાયરસના કેસોની સંખ્યા તેમજ આગામી દિવસોમાં સ્થાનિક સ્તરે મહત્વના ઘટનાક્રમ જેમ કે પશ્ચિમ બંગાળ, કેરળ, આસામ સહિતના રાજયોમાં યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણીઓની સાથે માર્ચ ત્રિમાસિકના કોર્પોરેટ પરિણામોની સીઝન શરૂ થતાં બજારની ભાવિ ચાલ માટે કોર્પોરેટ પરિણામો મહત્વના પુરવાર થશે.

તા.૧૯.૦૪.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૧૬.૦૪.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૪૬૨૪ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૫૩૩ પોઈન્ટના પ્રથમ અને ૧૪૪૭૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૪૬૭૬ પોઈન્ટ થી ૧૪૭૦૭ પોઈન્ટ ૧૪૭૩૭ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૪૭૩૭ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૧૬.૦૪.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૨૦૨૩ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૧૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૩૧૪૦૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૨૨૭૨ પોઈન્ટ થી ૩૨૪૦૪ પોઈન્ટ, ૩૨૪૭૪ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૨૪૭૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • ગોદરેજ પ્રોપર્ટીઝ ( ૧૩૩૨ ) :- રિયલ્ટી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૦૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૨૮૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૩૪૭ થી રૂ.૧૩૬૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૩૭૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • વોલ્ટાસ લિમિટેડ ( ૯૫૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૯૩૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૯૧૯ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૯૭૪ થી રૂ.૯૮૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • જેએસડબ્લ્યુ સ્ટીલ ( ૬૧૮ ) :- રૂ.૫૯૩ નો પ્રથમ તેમજ રૂ.૫૮૦ ના બીજા સપોર્ટથી આયર્ન & સ્ટીલ / ઇન્ટરમ.પ્રોડક્ટ રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૬૩૩ થી રૂ.૬૪૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • ગ્લેનમાર્ક ફાર્મા ( ૫૭૨ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૫૮૮ થી ૬૦૬ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૫૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ટાટા મોટર ( ૩૧૦ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૨૯૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક કમર્શિયલ વિહિકલ આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૩૨૩ થી રૂ.૩૩૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • ટાઈટન લિમિટેડ ( ૧૫૪૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ એપેરલ્સ & એસેસરીઝ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૭૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૫૧૭ થી રૂ.૧૪૯૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • હેવલસ ઇન્ડિયા ( ૧૦૧૫ ) :- રૂ.૧૦૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૫૩ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૯૯૭ થી રૂ.૯૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • બર્જર પેઈન્ટ ( ૭૩૫ ) :- ફર્નિચર, ફર્નીસિંગ & પેઈન્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૭૬૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૭૧૭ થી રૂ.૭૦૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • ભારત ફોર્જ ( ૫૮૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૬૦૬ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૫૭૦ થી રૂ.૫૫૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૬૧૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • જિંદાલ સ્ટીલ ( ૪૧૪ ) :- ૪૩૦ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૪૪૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૩૯૮ થી રૂ.૩૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૪૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular