Thursday, December 12, 2024
Homeરાજ્યપોરબંદરમાં માછીમાર સમાજમાં રોષ

પોરબંદરમાં માછીમાર સમાજમાં રોષ

સરકાર પોરબંદર નજીકના કુછડીમાં બંદર બનાવી રહી હોય વિરોધ નોંધાયો

- Advertisement -

કુછડી ખાતે ફેઝ 2 બંદર બનાવવાના વિરોધમાં માછીમાર સમાજે પોત પોતાના ધંધા રોજગાર સજ્જડ બંધ રાખ્યા હતા. કુછડી ખાતે નવું બંદર નહિ બને તેવી સરકાર દ્વારા લેખિત ખાતરી આપવામાં આવે તેવી માંગ ખારવા સમાજે કરી છે. પોરબંદર ખાતે બંદર ફેઝ 2 મંજુર થતા અગાઉ સરકાર દ્વારા તેને કુછડી ખાતે બનાવવા આયોજન કરાયું હતું પરંતુ તે જગ્યા માછીમારો ને દુર પડતી હોવાથી તથા અનુકુળ ન હોવાથી માછીમારો દ્વારા આ નિર્ણય સામે આંદોલન કર્યું હતું.

- Advertisement -

મોટી સંખ્યામાં મહા રેલી યોજાઈ હતી. જેના પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માછીમાર અગ્રણીઓ સાથે રૂબરૂ મિટિંગમાં મૌખિક ખાતરી આપી હતી કે માછીમારો ની ઈચ્છા હશે ત્યાં જ બંદર બનશે આમ છતાં તાજેતર માં ખારવા સમાજ ના આગેવાનોને આધારભૂત માહિતી મળી હતી કે બંદર ફેઝ 2 કુછડી ખાતે જ બનશે. આથી ખારવા સમાજના વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ ના અધ્યક્ષ સ્થાને ખારવા સમાજના પંચપટેલ, ટ્રસ્ટીઓ અને બોટ એસોસીએશન ના પ્રમુખ તેમજ કમીટી મેમ્બર, પિલાણા એસોસીએશનની કુછડી મુકામે ફેઈઝ-2 બંદર બનાવવા અંગે ના વિરોધ બાબત ની એક અગત્યની બેઠક મળી હતી. સરકાર તરફથી પોરબંદર થી અંદાજીત 10 થી 12 કિ.મી. દુર કુછડી ગામે ફેઈઝ-2 બંદર બનવા જઈ રહ્યુ છે જેનો ખારવા સમાજ દ્વારા સખ્ત વિરોધ કરી, આગેવાનોએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ વચન આપ્યું હતું કે ખારવા સમાજનો વિરોધ હોય તો કુછડી ગામે બંદર નહી બનાવવામાં આવે.

સર્વે ટીમ પણ આવી હતી આમ છતા પણ બંદર કુછડી ખાતે બનાવવાનુ નકકી કરી દેવામાં આવતા કુછડી ખાતે ફેજ 2 બંદર બનાવવાના વિરોધમાં ગઈકાલે તા. 22/2ને સોમવાર ના રોજ એક દિવસ માટે ખારવા સમાજ દ્વારા તેના મચ્છીને લગતા તમામ કામ ધંધા જેવા કે એક્સપોર્ટસ, ડીઝલ પંપ, આઈસ ફેક્ટરી, ક્રસર, મચ્છી માર્કેટ, સપ્લાયરો, ડ્રાયફીશ એસોસીએશન તથા મચ્છીને લગતા તમામ કામ ધંધા બંધ રાખ્યા હતા. સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે સરકાર અમને લેખિતમાં ખાતરી આપે તે જરૂરી બન્યું છે. આ આંદોલન રાજકીય સ્ટંટ નથી. માત્ર માછીમારોના હિતના પ્રશ્ને આંદોલન છે તેવું પણ આ સમાજના આગેવાનોએ જણાવ્યું હતું.
કુછડી બંદર બનાવવાના વિરોધમાં અમારા સમાજે ધંધા રોજગાર બંધ રાખી આંદોલન કર્યું છે. અને ચૂંટણી બાદ આ આંદોલન ચાલુ રહેશે. સર્વે ટીમને પણ અમે સુભાસનગર ની સ્મશાન વાળી જગ્યા બતાવી હતી. કુછડી ગામે નથી જવું. આંદોલન ઉગ્ર બનશે. એમ પ્રેમજીભાઈ ખુદાઈએ જણાવ્યું હતું.

- Advertisement -

પોરબંદરમાં કુછડી ગામે ફેઝ 2 બંદર બનાવવાના વિરોધમાં માછીમાર સમાજે પોત પોતાના ધંધા રોજગાર બંધ રાખી વિરોધ વ્યક્ત કર્યો છે અને સમાજના આગેવાનોએ આ અંગે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત પણ કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular