Sunday, December 22, 2024
Homeરાજ્યતાલુકા પંચાયતમાં ન્યાય સમિતિના ચેરમેનપદે મહિલાને બેસાડતા દલિત સમાજમાં આક્રોશ

તાલુકા પંચાયતમાં ન્યાય સમિતિના ચેરમેનપદે મહિલાને બેસાડતા દલિત સમાજમાં આક્રોશ

આગામી દિવસોમાં આ મુદ્દે હજૂ ગંભીર પડઘા પડવાની સંભાવના

- Advertisement -

જામજોધપુરમાં તાલુકા પંચાયત બસપાના ટેકાથી ભાજપે કબજે કરેલ છે. ત્યારે ન્યાય સમિતિના ચેરમેનપદે ભાજપ દ્વારા એસ.ટી. (આદીજાતિ) મહિલા સોનલબેન વિજયભાઇ મોરીને બેસાડતા અને અનુ.જાતિના કોપ સભ્ય હમીરભાઇ ડાયાભાઇ મકવાણાએ એસ.ટી. મહિલાને ટેકો જાહેર કરતાં તેમના વિરોધમાં તાલુકા પંચાયતમાં તાલુકાના દલિત સમાજના અગ્રણીઓ આક્રોશ સાથે ઉમટી પડયા હતાં અને નારા સાથે વિરોધ વ્યક્ત કરેલ અને ન્યાય સમિતિના ચેરમેનપદે દલિત સમાજની બદલે ભાજપમાંથી ચૂંટાયેલ એસ.ટી., મહિલા સોનલબેન વિજયભાઇ મોરીને બસેાડતા અને દલિત સમાજના તાલુકા પંચાયતના ભાજપના સ્કોપ સભ્ય હમીરભાઇ ડાયાભાઇ મકવાણાએ પણ અનુજાતિ સભ્યને બદલે એસ.ટી. મહિલા ટેકો આપતા હોબાળો મચી ગયો હતો અને તાલુકાભરમાંથી ઉમટી પડેલ દલિત સમાજના અગ્રણીઓએ આક્રોશ સાથે વિરોધ પ્રદર્શન કરેલ અને દલિત સમાજ વિરોધી આ ભાજપના કોપ સભ્ય હમીરભાઇ વિરુધ્ધ સમાજ વિરોધી હાય..હાય..ના નારા લગાડી છાતી કૂટી વિરોધ પ્રદર્શન કરેલ હતું. ત્યારે આગામી દિવસોમાં આ મુદ્ે હજૂ ગંભીર પડૅઘા પડશે તેવું જણાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular