Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં કોરોના મૃતદેહો પડયા રહેવાના સંદર્ભે સ્થાનિકોમાં રોષ

જામનગરમાં કોરોના મૃતદેહો પડયા રહેવાના સંદર્ભે સ્થાનિકોમાં રોષ

- Advertisement -

જામનગરના વાલસુરા રોડ પર આવેલા સ્મશાનમાં કોરોના બે મૃતદેહો લાંબો સમય સુધી બહાર પડયા રહેતા આ મામલે સ્થાનિક લોકો કોરોના મૃતદેહોને અન્ય રસ્તેથી લઇ આવવા માગણી કરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગરમાં વાલસુરા રોડ પર આવેલા મહેશ્ર્વરી મેઘવાર સમાજના સ્મશાનમાં કોરોનાના બે મૃતદેહોની અંતિમ વિધિ માટે લાવવામાં આવ્યાં હતાં અને લાંબો સમય સુધી મૃતદેહો બહાર પડયા હતાં. આ વિસ્તારમાં મેઘસવાર સમાજના અનેક લોકો વસવાટ કરે છે અને નાના બાળકો ત્યાં જ રમતા પણ હોય છે અને અવર-જવર કરતાં હોય છે. આવા સંજોગોમાં કોરોનાના મૃતદેહો બહાર પડયા હોવાથી આસપાસના વિસ્તારના લોકોમાં અને ખાસ કરીને બાળકોમાં કોરોનાનું સંક્રમણ ફેલાઈ જાય તેવી દહેશત છે. જે મામલે એડવોકેટ હારુન પલેજા અને સ્થાનિક મહિલાઓ એ સ્મશાન ગૃહમાં પ્રવેશ કરી વિરોધ દર્શાવ્યો છે અને કોરોનાના મૃતદેહોને અન્ય રસ્તેથી લાવવા માટેની માગણી કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular