જામનગર સહિત અનેક શહેરોમાં લમ્પિ વાયરસને કારણે અનેક ગાયોના મૃત્યુ થયા છે. જેને પરિણામે ગૌરક્ષકો તથા ગૌસેવકોમાં રોષની લાગણી ફેલાઇ છે. જામનગરમાં અનેક ગાય લમ્પિ વાયરસમાં લપેટાઇ છે. ત્યારે ગાયોને આ લમ્પિ વાયરસમાંથી બચાવવા અને તેનું રસિકરણ કરવાની માગ સાથે વોર્ડ નં. 4ના કોંગ્રેસી મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણિયા દ્વારા ગૌભક્તોને સાથે રાખી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. દરમિયાન છેલ્લા કેટલાંક દિવસોથી જામનગર શહેરમાં હાહાકાર મચાવી રહેલા લમ્પિના રોગચાળાએ વધુ 40 કરતાં વધારે ગાયોનો ભોગ લીધો છે.
જામનગરમાં લમ્પિ રોગચાળાનો હાહાકાર, વધુ 40 ગાયોના મોત pic.twitter.com/HH1TUgdQOp
— Khabar Gujarat (@khabargujarat) May 26, 2022
જામનગર નજીક ઠેબા ચોકડી પાસે આ ગાયોના મૃતદેહ આજે સવારે દફનાવવામાં આવ્યા હતાં. રોગચાળાને કાબુમાં લેવા પશુ આરોગ્ય તંત્ર સંદ્તર નિષ્ફળ રહ્યું હોવાનો આક્ષેપ પણ મહિલા કોર્પોરેટર દ્વારા કરવામાં આવ્યો છે.