Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયદેશનાં કોરોનાના કુલ કેસ પૈકી 87.73% કેસ ગુજરાત સહિતના 7 રાજયોમાં !

દેશનાં કોરોનાના કુલ કેસ પૈકી 87.73% કેસ ગુજરાત સહિતના 7 રાજયોમાં !

મહારાષ્ટ્રની સ્થિતિ વધુ ચિંતાજનક

- Advertisement -

દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિ ફરી ગંભીર બની રહી છે. રોજિંદા કેસમાં ઝડપી ઉછાળો આવ્યો છે. ગુજરાત સહિત 7 રાજયમાં કેસ વધ્યા છે. સોશિયલ ડિસ્ટન્સ તથા માર્ગદર્શિકાનું કડકાઈથી પાલન કરવામાં નહીં આવે તો ફરી માઠા દિવસો આવી શકે છે.

- Advertisement -

કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે જાહેર કર્યુ કે ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, મધ્યપ્રદેશ અને તમિલનાડુમાં કોવિડ 19 સંક્રમણના રોજિંદા કેસમાં ઝડપી વધારો થયો છે. નવા સામે આવી રહેલા પોઝીટીવ કેસોમાં આ રાજયોમાં 87.73 ટકા કેસ છે. સૌથી વધુ મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ 15602, કેરળમાં 2035 અને પંજાબમાં 1510 કેસ નોંધાયા છે. દેશમાં એક દિવસમાં 161 કોવિડ મૃત્યુ નોંધાયા છે. કોરોના રસીકરણ અભિયાનમાં વેક્સિન ડોઝનો આંક 3 કરોડ થવા આવ્યો છે.

મંત્રાલય અનુસાર દેશમાં કોરોનાના 2.10 લાખ એકટીવ કેસ છે. જેમાં મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબમાં 76.93 ટકા કેસ છે. એક દિવસમાં16637 દર્દીઓ સાજા થવા સાથે દેશમાં કોરોના રિકવરી આંક 1,09,89,897 થયો છે. 6 રાજયમાં રિકવર્ડ થયેલા નવા 83.13 કેસ પર નજર રાખવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular