Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયકોરોના કંટ્રોલની બહાર, ટપોટપ મોતને ભેટે છે દર્દીઓ !!

કોરોના કંટ્રોલની બહાર, ટપોટપ મોતને ભેટે છે દર્દીઓ !!

24 જ કલાકમાં 72 હજારથી વધુ કેસ, 459 મોત: પાછલાં 06 મહિનામાં સૌથી વધુ મોત ગઇકાલે બુધવારે નોંધાયા

- Advertisement -

દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે. બુધવારે 72,072 સંક્રમિતો નોંધાયા છે, 40417 લોકો સાજા થયા અને 459 દર્દીઓના મૃત્યુ થયા છે. નવા દર્દીઓના આંકડા છેલ્લા 172 દિવસમાં સૌથી વધુ છે. આ પહેલા 10 ઓક્ટોબર 74418 કેસ આવ્યા હતા. મૃત્યુઓનો આ આંકડો છેલ્લા 116 દિવસમાં સૌથી વધુ છે. આ પહેલા 5 ડિસેમ્બરે 482 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

- Advertisement -

દેશમાં અત્યાર સુધીમાં લગભગ 1.22 કરોડ લોકો આ મહામારીથી સંક્રમિત થયા છે. લગભગ 1.14 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે. 1.62 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે, 5.80 લાખની સારવાર ચાલી રહી છે.

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારે RT-PCR ટેસ્ટના રેટ નક્કી કર્યા છે. કલેક્શન સેન્ટર પર ટેસ્ટ કરાવવા પર હવે 500 રૂપિયા આપવા પડશે. કોવિડ સેન્ટર, ક્વોરેન્ટાઈન સેન્ટર અને આઈસોલેશન સેન્ટર પર તેના માટે 600 અને ઘરે ટેસ્ટ કરાવવા માટે 800 રૂપિયાથી વધુની રકમ લઈ શકાશે નહિ.

- Advertisement -

જે રાજ્યોમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે, ત્યાંથી દિલ્હી આવનારા મુસાફરીનું રેન્ડમ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપે તમામ એરપોર્ટ, રેલવે સ્ટેશન અને ઈન્ટર-સ્ટેટ બસ ટર્મિનસમાં રેન્ડમ ટેસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં 2 દિવસના ઘટાડા પછી કેસ વધ્યા: અહીં બુધવારે 39544 નવા દર્દીઓ મળ્યા. આ પહેલા 2 દિવસથી સતત કેસ ઘટી રહ્યાં હતા. મંગળવારે 27918, સોમવારે 31643 અને રવિવારે 40414 લોકો પોઝિટિવ મળ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 28.12 લાખ લોકો આ મહામારીથી સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાંથી 24 લાખથી વધુ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 54649ના મૃત્યુ થયા છે. અહીં હાલ 3.56 લાખ લોકોની સારવાર ચાલી રહી છે.

ગુજરાતમાં રોજના 2000થી વધુ સંક્રમિત મળી રહ્યાં છે: અહીં બુધવારે 2360 નવા કોરોનાના દર્દીઓ મળ્યા. 2004 દર્દીઓ સાજા થયા, જ્યારે 9ના મૃત્યુ થયા. રાજ્યમાં અત્યાર સુધીમાં 3.07 લાખ લોકો આ મહામારીથી સંક્રમિત થયા છે. તેમાંથી 2.90 લાખ સાજા થયા છે, જ્યારે 4519 દર્દીઓના મૃત્યુ થયા છે અને હાલ 12610 લોકોની સારવાર ચાલી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular