દેશમાં કોરોનાથી સ્વસ્થ થયેલા લોકોમાં બ્લેકફંગસના લક્ષણો જોવા મળી રહ્યા છે. ભારતમાં અત્યાર સુધી મ્યુકોરમાયકોસિસના 7200 કેસ નોંધાયા છે. જે પૈકી 1163 ગુજરાતમાં છે. આ સીવાય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, હરિયાણા, દિલ્હી, ઉત્તરપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, કર્ણાટક અને તેલંગાણામાં પણ મ્યુકોરમાયકોસિસના કેસ નોંધાયા છે. દેશમાં આ ફંગસથી અત્યાર સુધી 219 લોકોના મૃત્યુ થયા છે. 13 રાજ્ય અને કેન્દ્રસાશિત પ્રદેશોમાં બ્લેકફંગસના કેસ સામે આવ્યા છે.
ગુરુવારના રોજ કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને મ્યુકરમાયકોસિસને મહામારી જાહેર કરવા આદેશ આપ્યા હતા. અત્યાર સુધી ગુજરાત સહીત ઘણા રાજ્યો મહામારી જાહેર કરી ચુક્યા છે. દેશમાં મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે.
મહારાષ્ટ્ર: અહીં મ્યુકોરમાયકોસિસના 1500 કેસ નોંધાયા છે. અને 90ના મૃત્યુ નીપજ્યા છે.
ગુજરાત: 1163 કેસ નોંધાયા છે. 61 લોકોના મૃત્યુ
મધ્યપ્રદેશ: અહીં 575 કેસ અને 31ના મૃત્યુ થયા છે.
હરિયાણા: 268 કેસ, મ્યુકોરમાયકોસિસથી 8ના મૃત્યુ થયા છે.
દિલ્હી: રાષ્ટ્રીય રાજધાનીમાં 203 કેસ નોંધાયા છે જયારે 1દર્દીનું મૃત્યુ થયું છે.
ઉત્તરપ્રદેશ: મ્યુકોરમાયકોસિસના 169 કેસ નોંધાયા છે. 8લોકોના મૃત્યુ નીપજ્યા છે.
બીહાર: 103 કેસ નોંધાયા છે અત્યાર સુધી 2 લોકોના મૃત્યુ
છત્તીસગઢ: મ્યુકોરમાયકોસિસના 101 કેસ નોંધાયા છે. અને 1 વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે.
કોઈપણ ફૂગ સ્વસ્થ તંદુરસ્ત માણસને ગંભીર રોગ પેદા નથી કરી શકતી. જયારે પણ રોગપ્રતિકારક શક્તિ ઘટે ત્યારે આ ફંગસ શરીરમાં ફેલાય છે.