જામનગર તાલુકા પંચાયતની 26 બેઠકોની આજે મત ગણતરી થઇ રહી છે. તે પૈકી 9 સીટનું ચિત્ર સ્પષ્ટ થઇ ચુક્યું છે. જેમાંથી 8 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. જયારે એક બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે.
જામનગર તાલુકા પંચાયતની 8 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. જેમાં અલીયામાં ભાજપના ઉમેદવાર હરમીતાબેન રાજેન્દ્રભાઈ પંડ્યા, ધુતારપર બેઠક પર ભાજપના હસમુખ કેશવજી ફાચરા, ફલ્લામાં ભાજપના મકનભાઈ મોહનભાઈ કાસુન્દ્રા, જામ વણથલીમાં ભાજપના મનહરસિંહ પરબતસિંહ જાડેજા, ખીમરાણા બેઠક પર ભાજપના વિઠ્ઠલભાઈ નાનજીભાઈ માંડવીયા,નાઘેડીમાં ભાજપના મલુબેનલીંબાભાઈ ગમારા, ઠેબામાં ભાજપના પ્રવીણભાઈ હમીરભાઈ પરમાર, વીરપરમાં ભાજપના સંગીતાબેન કાન્તિલાલ દુધાગરાનો વિજય થયો છે.
જયારે માત્ર એક બેઠક બેરાજામાં કોંગ્રેસના મીતાબા પ્રવિણસિંહ જાડેજાનો વિજય થયો છે.