જામનગર જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની આજે મતગણતરી કરવામાં આવી રહી છે. સવારે 9 વાગ્યે મત ગણતરીની શરૂઆત કરવામાં આવી છે. જામનગર જીલ્લા પંચાયતની 24 બેઠકો પૈકી અત્યાર સુધી 4 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતમાં ગત ટર્મમાં કોંગ્રેસે બાજી મારી હતી. પરંતુ આ વખતેના પરિણામોમાં મહાનગર પાલિકામાં જે રીતે ભાજપનો ભવ્ય વિજય થયો હતો. જે જ રીતે જીલ્લા અને તાલુકા પંચાયતની ચુંટણીઓમાં પણ ભાજપ આગળ છે.
જામનગર જીલ્લા પંચાયતની કુલ 24 બેઠકો પૈકી 4 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. જે પૈકી જામનગર તાલુકાની જીલ્લા પંચાયતની સીટ 1-આમરા બેઠક પર ભાજપના ઉમેદવાર નયનાબેન રણછોડભાઈ પરમાર, જામનગર તાલુકાની જીલ્લા પંચાયતની સીટ 2-અલીયામાં ભાજપના કમલેશભાઈ નારણભાઈ ધમસાણીયા તથા કાલાવડ તાલુકાની 10-ખંઢેરા જીલ્લા પંચાયતની સીટ પર ભાજપના જગદીશભાઈ નાથાભાઈ સાંગાણીનો વિજય થયો છે. લાલપુર તાલુકાની જીલ્લા પંચાયતની સીટ 4-ભણગોર ભાજપના કરશનભાઈ ભીખાભાઈ ગાગિયા વિજેતા જાહેર થયા છે.