ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર વિસ્ફોટક મૂકવાની વાતથી આતંકી સંગઠન જૈશ-ઉલ-હિન્દે ઈન્કાર કરી દીધો છે. સોશિયલ મીડિયામાં જૈશ-ઉલ-હિન્દે એક પોસ્ટ શેર કરી છે. એમાં કહેવામાં આવ્યું છે કે તેમણે અંબાણીને ક્યારેય કોઈ ધમકી આપી નથી. વાઈરલ થઈ રહેલો પત્ર નકલી છે. આતંકવાદી સંગઠને કહ્યું કે તેઓ નરેન્દ્ર મોદી સાથે લડી રહ્યા છે.
28 ફેબ્રુઆરીએ બનેલા એક ટેલિગ્રામ અકાઉન્ટમાંથી એક લેટર મૂકવામાં આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમાં જૈશ-ઉલ-હિન્દે મુકેશ અંબાણીને ધમકી આપી છે.
પોસ્ટર માં લખ્યું છે કે , જૈશ-ઉલ-હિન્દનો ઘટના સાથે કોઈ સંબંધ નથી. મુકેશ અંબાણીના બંગલાની બહાર થયેલી કોઈ ઘટના, કથિત ટેલીગ્રામ એકાઉન્ટ અને લેટર સાથે અમારે કોઈ સંબંધ નથી. અમે નકલી પોસ્ટર બનાવવા માટે ભારતીય જાસૂસી એજન્સીઓની નીંદા કરીએ છીએ.
અમે ક્યારેય પણ કુફ્રો(ઈશ્વરને ન માનનારાઓ પાસે)થી ખંડણી લેતા નથી અને ભારતીય વ્યાપાર જગતના ટાઈકુનો સાથે અમારી કોઈ લડાઈ નથી. અમારી લડાઈ ભાજપ અને સંધની વિરુદ્ધ છે