જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, જામનગર બ્રાન્ચ ઓફ ડબલ્યુ આઇઆરસી ઓફ આઇસીએઆઇ, ધી કોમર્શિયલ ટેકસ પ્રેકિટશનર્સ એસોસિએશન તથા જામનગર ટેક્ષ ક્ધસલટન્ટ એસોસિએશનના સંયુકત ઉપક્રમે જામનગર ચેમ્બર ખાતે કેન્દ્રિય બજેટ 2021-20રર અંગે એક માર્ગદર્શક પોસ્ટ બજેટ સેમિનારનું આયોજન તા. 4ના રોજ સવારે 10-30 કલાકે ધીરૂભાઇ અંબાણી વાણિજય ભવન, જામનગર-રાજકોટ હાઇવે, સુભાષબ્રિજ નજીક, જામનગર સ્થળે કરવામાં આવેલ છે. આ સેમિનાર વિનામૂલ્યે યોજવામાં આવેલ છે.
વર્ષ 2021-22 માટે કેન્દ્રિય નાણાંમંત્રી દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું જે બજેટની સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન આપવા માટે ઉપરોકત માર્ગદર્શક સેમિનારમાં વકતા તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ધિનલભાઇ શાહ અમદાવાદથી આવી કેન્દ્રિય બજેટ અંગે આવકવેરાની જોગવાઇઓ બાબતની છણાવટ તથા સમીક્ષા કરવા તથા એડવોકેટ વારિશભાઇ ઇસાની, અમદાવાદથી આવી આ બજેટમાં આવનાર જીએસટી કાયદામાં સુધારા-વધારા તથા સંભવિત સુધારાઓ અંગેની જોગવાઇઓ બાબતે સમીક્ષા કરી છણાવટ સાથે માર્ગદર્શન આપશે. ઉપરોકત સેમિનાર ખૂબજ ઉપયોગી હોય આ સેમિનારમાં સમયસર ઉપસ્થિત રહેવા જામનગર ચેમ્બર દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
સરકારની માર્ગદર્શિકા અનુસાર કોવિડ-19ને ધ્યાને લઇ આ બેઠક મર્યાદિત સંખ્યા માટે યોજવામાં આવશે જેથી વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે તેમજ સરકારના નિયમો અનુસાર માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવું વિગેરે બાબતોને ધ્યાને લેવા યાદી જણાવે છે.