યોજાઈ જામનગરમાં હિન્દુ સેના દ્વારા જલારામ મંદિરે સંગઠન લક્ષી બેઠક હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટ ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં હિન્દુ સેના સૌરાષ્ટ્ર યુવા અધ્યક્ષ મયુર પટેલની હાજરીમાં શહેરના 4 ઝોન માના 1 ઝોન ના અલગ અલગ વિસ્તારની સંયુક્ત બેઠક મળી હતી. જેમાં હિન્દુ સેના ની શરૂઆત થી કરેલા કાર્યો અને તેમાં રાષ્ટ્ર, ધર્મ અને સંસ્કૃતિ ની જતન માટે તેમજ તેમના પર આવતી આપતી સામે એક થઈ લડવાની તૈયારી સાથે જીવ પણ દેવાની તૈયારી કરી લેવાની સાથો સાથ આજ વિસ્તાર માં ધાર્મિક સ્થાનો ની નજીક નોનવેજ ઈંડા કરી ની રેકડી ઓ નો ત્રાસ અને આ વિસ્તારના શ્રદ્ધાળુ ઓની ધાર્મિક ભાવના ને લઈ તાત્કાલિક ધોરણે ઉરચ કક્ષા થી આ પ્રશ્નો નું નિરાકરણ થઈ જાય અને રેકડી દૂર થઈ જાય નહીતો હિન્દુ સેના એ ના છૂટકે આગળ વધવું પડે અને કાયદા નું ભાન કરાવું પડે કા કાયદો હાથ માં લેવો પડે તેવું ન બને, માટે કમિશનરએ દિશા માં વિચારે તેવી પણ ગર્ભિત ચીમકી આપી હતી. આ બેઠક દરમ્યાન જામનગર શહેર હિન્દુ સેના યુવા પ્રમુખ યશાંક, ભાજપ વોર્ડ નંબર 16 ના પ્રમુખ ધનજીભાઈ કછેટિયા, યુવા મોરચા પ્રમુખ ધવલસિંહ સોઢા, યુવા મોરચા મહામંત્રી ચંદ્રગુપ્ત રાઠોડ, અને કોર્પોરેટર વિનોદભાઈ ખીમસુરીયા, પૂર્વ કોર્પોરેટર મહાવીરસિંહ જાડેજા, બ્રહ્મ સમાજ અગ્રણી યોગેશ ભાઈ ભટ્ટ , હિન્દુ જાગરણ મંચ ના યુવરાજ ભાઈ સોલંકી, આ વિસ્તારના બે કોર્પોરેટર તેમજ બહોળી સંખ્યા માં હિન્દુ સેના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જેમા સંગઠન તેમજ લાલપુર બાયપાસ થી પવનચક્કી સુધીમાં કુલ 42 ઈંડા કરી નોનવેજની લારીઓ કે જે મંદિરોની આસપાસ આવેલી છે, જેને કોઈપણ રીતે સરકારને જાણકરી આપી હટાવવા ની માંગ સાથે નિર્ણય પણ લેવાયા હતા. સંપૂર્ણ બેઠક નું સંચાલન હિન્દુ સેના ના કારોબારી દર્શન ત્રીવેદી એ કર્યું અને દીપક સોગઠિયા, મયુર ચંદન, દેવ આંબલીયા, નમન ઓઝા, કૃણાલ રાવલ એ બેઠકની વ્યવસ્થા સંભાળી હતી.