Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં રોજગાર ભરતી મેળાનું આયોજન

જામનગરમાં રોજગાર ભરતી મેળાનું આયોજન

- Advertisement -

જામનગર ઓદ્યોગિક તાલીમ સંસ્થા દ્વારા તા.08 જાન્યુઆરીના રોજ રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં મોટી સંખ્યામાં વિવિધ ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે. તેમજ સ્થળ પર જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

- Advertisement -

ભરતીમેળામાં હાજર રહેવા માંગતા ઉમેદવારોએ તા.08 જાન્યુઆરીના રોજ આઈ.ટી.આઈ. ઈન્સ્ટિટ્યૂટ, ચોથો માળ, સેમિનાર હોલ ખાતે સવારે 10:30 કલાકે તેમના બાયોડેટા, શૈક્ષણિક તેમજ અનુભવની લાયકાતના પ્રમાણપત્રોની નકલ અને તેમના ફોટોગ્રાફની નકલ સાથે ઉપસ્થિત રહેવું. તેમ, આચાર્યશ્રી, ઓદ્યોગિક તાલીમ સંસ્થા, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular