આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જામનગર જીલ્લા કાનૂની સેવા સતામંડળ અને વહીવટીતંત્ર દ્વારા તા.15ના રોજ મેગા લીગલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા અને બાળ અધિકારીની કચેરીને પણ સ્ટોલ ફાળવણી કરવામાં આવી હતી. આ સ્ટોલના માધ્યમથી મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ જેવી કે સખી વન સ્ટોપ સેન્ટર, 181 અભયમ મહિલા હેલ્પલાઈન, પોલીસ સ્ટેશન બેઈઝ્ડ સપોર્ટ સેન્ટર, મહિલા શક્તિ કેન્દ્ર, વ્હાલી દીકરી યોજના વગેરેના પ્રચાર પ્રસારની કામગીરી કરવામાં આવી હતી. આ કેમ્પમાં 121 જેટલા વ્હાલી દીકરી યોજનાના હુકમનું વિતરણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત કિશોરીઓને હાઈઝીન કીટ વિતરણ કરવામાં આવી હતી. અને જે દીકરીઓ વચ્ચેથી અભ્યાસ છોડી દીધેલ હોય તેવી 27 બાળાઓને શાળામાં પુન:પ્રવેશ કરાવીને સ્કુલ કીટ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જામનગર જીલ્લા અદાલતના પ્રિન્સિપાલ ડીસટ્રીકટ જજ અને જીલ્લા કાનૂની સેવા સતામંડળના ચેરમેન મૂલચંદ ત્યાગી, જીલ્લા કલેકટર ડો.સૌરભ પારધી, પોલીસ અધિક્ષક નીતેશ પાંડે, જીલ્લા કાનૂની સેવા સતામંડળના સચિવ પી.એસ.સૂચક, પ્રાંત અધિકારી આસ્થા ડાંગર, નાયબ જીલ્લા વિકાસ અધિકારી કીર્તન પરમાર, જીલ્લા મહિલા અને બાળ અધિકારી ડો.ચંદ્રેશ ભાંભી, મહિલા અને બાળ અધિકારીની કચેરી અને જીલ્લા અદાલતના કર્મચારીઓ તથા લાભાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.