Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતહાલારના ચાર સહિત રાજ્યના 88 માલતદારોની બદલીના આદેશ

હાલારના ચાર સહિત રાજ્યના 88 માલતદારોની બદલીના આદેશ

જામનગરના ત્રણ અને દ્વારકાના એક મામલતદારની બદલી : 51 નાયબ મામલતદારોને પ્રમોશન: જામનગરના એક નાયબ મામલતદારને બઢતી સાથે બદલી

- Advertisement -

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના 88 મામલતદારોની બદલીના ઓર્ડરો કરવામાં આવ્યાં છે. તેમાં જામનગરના ત્રણ અને દ્વારકાના એક મામલતદારની બદલી કરવામાં આવી છે. ઉપરાંત રાજ્યના 51 નાયબ મામલતદારને પ્રમોશન આપવામાં આવ્યું હતું. જેમાં જામનગરના એક નાયબ મામલતદારને બઢતી સાથે બદલી કરવામાં આવી છે.

- Advertisement -

રાજ્યમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને આ તહેવારીઓના ભાગરૂપે જ સરકારી વિભાગોમાં બદલીના દૌર ચાલુ થઈ ગયો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા રેવન્યુ વિભાગમાં ફરજ બજાવતા 88 મામલતદારોની બદલીના આદેશ કરવામાં આવ્યાં છે. જેમાં જામનગર શહેરના કુ.જે.ડી.જાડેજાની ભાવનગરના તળાજા ખાતે બદલી તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના ડી.એમ. રીંડાણીની કલ્યાણપુર અને તેમના સ્થાને જૂનાગઢના માળિયા હાટીના ફરજ બજાવતા પી.એ. ગોહિલને ભાણવડ મામલતદાર તરીકે તેમજ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા બી.જે. પંડયાને જામનગર શહેર મામલતદાર તરીકે અને કલેકટર ચીટનીશ તરીકે ફરજ બજાવતા જે.વી. ડોડિયાની જૂનાગઢના મેંદરડા ખાતે બદલી કરવામાં આવી છે.

ઉપરાંત રાજ્યના જુદા જુદા શહેરોમાં ફરજ બજાવતા 51 નાયબ મામલતદારોને મામલતદાર તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમાં જામનગર કલેકટર કચેરીમાં ફરજ બજાવતા સી.ઓ. કગથરાને મામલતદાર તરીકે પ્રમોશન આપી દેવભુમિ દ્વારકા ખાતે બદલી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular