Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરવિમા કંપનીને કલેઇમ તથા ખર્ચ સહિતની રકમ ચૂકવવા આદેશ

વિમા કંપનીને કલેઇમ તથા ખર્ચ સહિતની રકમ ચૂકવવા આદેશ

- Advertisement -

જામનગરના વિશાલ યોગેશભાઇ જાની વકીલાતનો વ્યવસાય કરે છે. તેઓ ઇફકો ટોકીયો જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિ. પાસેથી કોરોના રક્ષક પોલીસી મેળવી હતી. વિશાલભાઇ જાની કોરોના પોઝિટીવ આવતાં જી.જી. હોસ્પિટલ, જામનગરના ડોકટરની સલાહ મુજબ તા. 21-10-2020થી તા. 27-10-2020 સુધી સારવાર ખાતે દાખલ થયા હતાં. કોવિડ હોસ્પિટલમાં કોરોનાની રિકવરી માટે સારવાર કરવામાં આવી હતી.

- Advertisement -

ફરિયાદી દ્વારા સામાવાળાને કલેઇમ મુજબના તમામ પેપર્સ પુરા પાડવામાં આવ્યા હતાં. ત્યારબાદ આ કામના સામાવાળા કોઇપણ જાતના કારણો વગર મનઘડત કારણો દર્શાવી ફરિયાદીનો જેન્યુઅન કલેઇમ રદ્ કર્યો હતો. જે રકમ ચૂકવવાનો સ્પષ્ટ ઇન્કાર કરવામાં આવતાં વિશાલભાઇ જાની દ્વારા ઇફકો ટોકીયો જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિ. વિરુધ્ધ જામનગર ગ્રાહક તકરાર નિવવારણ કમિશનના અધ્યક્ષ સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે ફરિયાદ ચાલી જતાં તેમના વકીલ મારફત વિસ્તૃત દલીલો તથા પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતાં જે પુરાવાઓ ધ્યાને લઇ તથા દલીલો ધ્યાને લઇ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન-જામનગરના પ્રમુખ વાય.ડી. ત્રિવેદી તથા સભ્ય શૈલજા એમ. શુકલ દ્વારા ફરિયાદ મંજૂર કરી ફરિયાદીની કલેઇમની રકમ રૂા. 1,50,000 6 ટકા વ્યાજ સહિત તેમજ માનસિક દુ:ખ-ત્રાસ વળતર રૂા. 5,000 તથા ફરિયાદ ખર્ચ રૂા. 5000 ચૂકવી આપવા સામાવાળા ઇફકો ટોકીયો જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિ. વિરુધ્ધ હુકમ કરવામાં આવ્યો છે. આ કેસમાં ફરિયાદી તરફે વકીલ વસંત ડી. ગોરી તથા દિપક એચ. નાનાણી રોકાયેલા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular